________________
- ૫૨૪
શ્રી વિજયપક્વસૂરિકૃત
પુનમ તથા અમાવાસ્યા એ બંને પણ પુણ્યને માટે થાય, પુણ્યાનુબંધિ પુણ્યને બંધ કરાવે, તેમાં શું કહેવું? અર્થાત તે પણ પુણ્યને માટે થાય જ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે લૌકિક દષ્ટિએ ગંગા તથા જમના એ બે નદીઓ તીર્થ ગણાય છે, પવિત્ર મનાય છે, એટલું જ નહિ પરંતુ ગંગા જમનાને જે સ્થળે સમુદ્ર સાથે સંગ (મેળ) થાય છે તે સમુદ્રની વેલા પણ તીર્થરૂપ એટલે પવિત્ર ગણાય છે, એમ સમજીને ચોદશ પૂનમ અમાવાસ્યાની જરૂર આરાધના કરવી જોઈયે. ૧૪૧
અવતરણુ–હવે સમ્યકત્વનું રક્ષણ કરવાની બીના જણાવે છે –
| | ધરાવૃત્ત
अहंश्चिन्तामणित्वं कनककुसुमतां पञ्च यद् भूषणानि, ૧૧ ૧૨ ૧૩ ૮ ૧૧ ૯ यस्यां सत्कङ्कणत्वं दधति च सततं पञ्च यल्लक्षणानि । ૧૫ ૧૬
૧૭ ૧૮ ૧૬ धर्मः सिद्धार्थसार्थः मुगुरुपदरजो दोरकस्तद्गुणाली,
૨૩ ૨૨ ૧૮ धार्या सम्यक्त्वरक्षा कुगतिभयभिदे सद्गतिश्रेयसे च १४२ સમ્યકત્વની રક્ષા કરંતા ભીતિ ના દુર્ગતિ તણું, સદ્ગતિ કલ્યાણ હવે તેમાં ચિંતામણિ, અરિહંત દેવા પાંચ ભૂષણ કનક ફૂલના જેહવા, પાંચ લક્ષણ શ્રેષ્ઠ કંકણના સમા નિત ધારવા. ૧