________________
શ્રીપૂરપ્રકરસ્ટાથદિઃ
૫૨૭
- લેકાર્થ –કલ્પસૂત્રના વ્યાખ્યાન રૂપ પાંચ દિવ્ય વડે રાજ્ય ઉપર સ્થાપન કરેલો, ભવિક જેનેએ કર્યો છે પટ્ટભિષેક જેને એ પર્યુષણ પર્વ રૂપી રાજા મનુષ્યમાં અતિ ભયંકર મિથ્યાત્વ અને ક્રોધાદિ ચાર એ પંચ કુલને દૂર કરીને સમકિત, ક્ષમા, માર્દવ આર્જવ અને નિર્લોભતા રૂપ સુંદર નવા પંચ કુલને સ્થાપન કરો તમારા કલ્યાણ માટે થાઓ. ૧૪૩
સ્પષ્ટાર્થ ––સર્વ પર્વોમાં મહાપ્રભાવશાલી હોવાથી પર્યુષણ પર્વને રાજાની ઉપમા આપતાં ગ્રંથકાર જણાવે છે કે જેમ પંચ દિવ્ય પ્રકટાવીને રાજાને ગાદી ઉપર સ્થાપન કરાય છે તેમ આ પર્યુષણું પર્વ રૂપી રાજાને કલ્પસૂત્રના પાંચ વ્યાખ્યાનો રૂપી પાંચ દિવ્ય પ્રકટાવીને ગાદી ઉપર સ્થાપન કર્યો છે. તથા ભવ્યજનોએ કર્યો છે પટ્ટાભિષેક જેનો એવો આ પર્યુષણ પર્વ રૂપી રાજા સંસારી જીવોને અતિ દુ:ખ દેનારા મિથ્યાત્વ અને ક્રોધ માન માયા અને લેભરૂપી ચાર કષાય એમ પાંચ ખરાબ કુલ ( પાંચને સમુદાય)ને ફૂર કરીને સમકિત, ક્ષમા, માર્દવ એટલે (અભિમાન રહિતપણું) આર્જવ એટલે સરલતા, નિરીહતા એટલે સંતેષ એ સુંદર નવા પાંચ કુલને સ્થાપન કરે છે. એટલે આ સજા ભવ્ય જીવોને ક્ષમાદિ ગુણ પમાડી મુક્તિના સાધક બનાવે છે, તેથી ગ્રંથકાર ભવ્ય જીને આશીર્વાદ આપે છે કે આ પર્યુષણ મહા પર્વ રૂપી મહારાજાધિરાજ તમારું કલ્યાણ કરે. ૧૪૩