________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક
૫૨૫. ઈષ્ટ અર્થ સધાવનાર ધર્મ, ગુરૂના પદ તણી, ધૂલ દેરાના સમી શ્રેણિ ગુણેની તેહની; ધારવી જિન ગુરૂ તણ શ્રદ્ધા જિનેશ્વર ધર્મની, રાખતા સુખસંપદા પ્રકટેજ જલદી મુક્તિની. ૨૯
શ્લેકાર્થ:--જેમાં અરિહંત ભગવાન ચિંતામણું રત્નપણને અને પાંચ ભૂષણે સુવર્ણનાં પુષ્પ સ્વરૂપને અને પાંચ લક્ષણે ઉત્તમ કંકણપણાને નિરંતર ધારણ કરે છે, ધર્મરૂપ સર્ષપને ઢગલો છે, સુગુરૂના ચરણ રૂપી રજ છે, સમકિતના ગુણની આવલિ રૂપી દે છે એવા સમતિની રક્ષા કુગતિના ભયને ભેદવા માટે અને સદ્ગતિ રૂપે કલ્યાણને માટે ધારણ કરે. ૧૪૨
સ્પષ્ટાર્થ –હ ભવ્ય છે ! કુગતિને ભેદવા માટે એટલે નારકી તિર્યંચ રૂપી ખરાબ ગતિના દુઃખ ટાળવા માટે અને સદ્ગતિના સુખ મેળવવા માટે સમ્યકત્વગુણનું જરૂર રક્ષણ કરો. કારણ કે સમકિતવંતા ભવ્ય છમાં મનુષ્ય તિર્ય દેવગતિમાં તથા સમક્તિવંત દેવ અને નારકીએ. મનુષ્યગતિમાં જાય છે. આ અભિપ્રાયે કુગતિને ભેદનારું સમતિજણાવ્યું છે, તેમ જ તે સમ્યકત્વ મેક્ષ અને સ્વર્ગ રૂપી સારી.. કલ્યાણકારી ગતિને આપે છે. આવા સમક્તિની રક્ષા કેવી છે? તે જણાવતાં કહે છે કે તેમાં અરિહંત ભગવાન ચિન્તામણિ રત્ન જેવા દીપે છે. વળી જિનશાસનમાં સ્થિરતા પ્રભાવના, ભક્તિ, કુશલતા અને તીર્થસેવા એ પાંચ સમકિતનાં ભૂષણે સેનાના ફૂલ જેવા દીપી રહ્યા છે. તેમજ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણે