________________
૫૨૨
શ્રી વિજયપધસૂરિકૃત–
રને તે સમુદ્રનું મંથન કર્યું ત્યારે નીકળ્યા હતા, પરંતુ આ રને તે વગર મહેનતે લઈ શકાય તેવા છે. એમ સમજીને તે ભવ્ય જીવોએ જરૂર આગમ વાણી સાંભળવીજ જે ઈયે. ૧૩૯
અવતરણ –-હવે ૬૯ મું પુણ્ય (પૂર્વ) તિથિના. ઉપદેશનું દ્વાર કહે છે –
(અનુષ્ટ્રપવૃત્ત) ૮ ૯ ૧૨ साष्टमी व्यभिचाराय, श्रेयः कर्माण किं यया। तुल्यः पक्षद्वयेऽपीन्दु- तः पक्षान्तरस्थया ॥ બેઉ પક્ષે મધ્ય ભાગે અષ્ટમી સરખે શશી, ધારતી તે પુણ્યનાશક હોય શું ન બને કદી; આઠ કર્મ વિનાશનારી અષ્ટમી આરાધીએ, વિષય ચાર કષાએ જીતી મુક્તિના સુખ પામીએ. ૧
લેકાર્થ:--શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બે પક્ષના. મધ્ય ભાગને વિષે રહેલી છે અષ્ટમીએ (આઠમે) ચન્દ્રમાને સરખી રીતે ધારણ કરાય છે તે અષ્ટમી પુણ્ય કાર્યની. સાધનામાં શું ડખલગીરી કરે ? અર્થાત્ ન જ કરે. ૧૪૦
પબ્દાર્થ ––હવે પુણ્ય (પવિત્ર પર્વ) તિથિઓમાંથી અષ્ટમી તિથિનું માહાસ્ય જણાવતાં ગ્રંથકાર કહે છે કે શુકલ પક્ષ એટલે અજવાળીઉં અને કૃષ્ણ પક્ષ એટલે. અંધારીયું એમ બે પખવાડીયામાં દરેકના મધ્ય ભાગમાં