________________
પ૧૭
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિ: પૂનમ કે ચંદ્રમા શું એકલેજ ભુવન વિષે, હર્ષ આપે એકમે શશી તેહને પણ ચોદશે ત્રણ દિવસ જિમ હર્ષ દાયક ચંદ્ર પાક્ષિક આદિના, ત્રણ દિવસ ઉત્તમ કહ્યાં પુજે હઠાવે પાપના. ૨
લેકાર્થ:--જી છે ભવ ભ્રમણ કરાવનાર કષાય જેણે એ પાક્ષિકદિને દિવસ શ્રેષ્ઠ છે તે પણ તેના પહેલા અને પછીને દિવસ પણ ઉત્તમ છે, માટે દાનાદિ વિધિથી તે પણ આરાધ જોઈએ. ભુવનને આનંદ પમાડનાર શું પુનમને એકજ ચંદ્રમા છે? અને બે ઘડી માત્ર પ્રકાશ નહિ કરનાર તેની પહેલા અને પછીને ચંદ્ર શું હર્ષ પમાડનાર નથી? અર્થાત્ ત્રણે ચંદ્રમા હર્ષ આપે છે. ૧૩૭
સ્પષ્ટાર્થ –તપ વગેરે કરવામાં આવતું હોવાથી પાક્ષિકાદિક દિવસ એટલે ચતુર્દશી અથવા અષ્ટમી વગેરેને દિવસ મુખ્ય કહ્યો છે. કારણ કે આ દિવસે કરેલા તપ વગેરેથી સંસારમાં રખડાવનાર કંપાયે જીતી શકાય છે. કષ એટલે સંસાર તેને આય એટલે લાભ એટલે સંસારને વધારનાર હોવાથી કષાયને ભવદ કહ્યો છે. તે પાક્ષિકદિને દિવસ શ્રેષ્ઠ છે એટલું જ નહિ પરંતુ તેની પહેલાંને તથા પછીને દિવસ પણ ઉદાર એટલે શ્રેષ્ઠ કહ્યો છે. કારણકે તે દિવસે પણ દાન વગેરે કરવાથી મહા લાભ મળે છે, તેથી તે દિવસો શ્રેષ્ઠ કહ્યા છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શું એકલો પુનમને ચંદ્રમાજ ભુવનમાં રહેનાર જીને આનંદ આપે છે? નહિ જ. એટલે જેમ પુનમને