________________
૫૦૬
શ્રીવિજયપદ્ધસૂરિકૃતછે તે શ્રી વીર પ્રભુ રૂપી નવીન કલ્પવૃક્ષ તમને ઈચ્છાથી અધિક વરદાન દેનાર થાઓ. ૧૩૦
સ્પષ્ટાર્થ –ગ્રંથકારે અહીં શ્રીવીર પ્રભુને કલ્પવૃક્ષની. ઉપમા આપતાં જણાવ્યું છે કે શ્રી વીર પ્રભુ કેઈ અપૂર્વ નવીન કલ્પવૃક્ષના જેવા છે, કારણ કે જ્યારે બીજા કલ્પવૃક્ષ દેવલોક વગેરે સ્થાને ઉદય પામે છે, ત્યારે શ્રી વીર પ્રભુ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ ભૂમિમાંથી ત્રિશલા માતાના ગર્ભમાં આવીને ઉદય પામ્યા. બીજા વૃક્ષે જ્યાં સિંચાય ત્યાંજ મોટા થાય છે, પણ આ વીર પ્રભુને મેરૂ પર્વત ઉપર અભિષેક કરાયે, ને તે પ્રભુ પિતાના ઘરે મોટા થયા. તેમજ બીજા કલ્પવૃક્ષની છાયા ઝાડના ઘેરાવામાં જ ફેલાય છે. અને આશ્રીવીર પ્રભુરૂપી ક૯૫વૃક્ષની છાયા (કાન્તિ) આખા જગતમાં ફેલાઈ ગઈ. તેમજ બીજા કલ્પવૃક્ષે ચરણમાં નમનાર લોકોને ઉંચી ફલ સમૃદ્ધિ (મેક્ષના સુખ વગેરે) પ્રાપ્ત કરાવતાં નથી પરંતુ આ શ્રીવીર પ્રભુ રૂપી કલ્પવૃક્ષ તે પિતાના (પ્રભુના) ચરણમાં નમનાર ભવ્ય જીવોને ઉચ્ચ પ્રકારની ફલની સમૃદ્ધિ (મેક્ષાદિ) આપે છે. વળી બીજા કલ્પવૃક્ષે માગનાર માણસને આ ભવના જ ઈષ્ટ પદાર્થો આપે છે, પરંતુ આ શ્રોવીર પ્રભુ રૂપી અપૂર્વ કલ્પવૃક્ષ ઈચ્છા હોય તેના કરતાં (ધાર્યા કરતાં પણ) અધિક વરદાન (મુક્તિ વગેરે) આપે છે, માટે હે ભવ્ય જી આ પ્રમાણે યથાર્થ અપૂર્વ કલ્પવૃક્ષ જેવા શ્રી વીર પ્રભુની અને તેમના શાસનની પરમ ઉલ્લાસથી આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામશે. ૧૩૦
અવતરણ–એ પ્રમાણે આશીર્વાદ કહીને વિશેષ ઉપદેશ આપે છે –