________________
૫૧૪
શ્રી વિજયપધ્ધસૂરિકૃત
લેકાર્થ –પ્રફુલ્લિત ક્રોધ રૂપી ધંતુરાના ઝાડવાળા અને ઘણા (પાપ રૂપી) રજવાળા અભિમાન રૂપી પ્રચંડ પવનવાળા, માયા રૂપી પ્રગટ મૃગતૃષ્ણાવાળા, ઉછળતા લેભરૂપી સમુદ્રવાળા, આપત્તિઓના ભંડાર રૂ૫ એવા મેહરૂપી ઉનાળાને શુભ ધ્યાન રૂપી વૃષિ વડે ચારે બાજુથી ઠારનાર નવા મેઘ રૂપ આષાઢ માસુ તમારા ભવમાં ભમણ કરવાના થાકને ઉતારનારૂં થાઓ. ૧૩૫
પાર્થ: હવે કવિરાજ આષાઢ ચોમાસાને નવા મેઘની સાથે સરખાવતાં જણાવે છે કે જેમ ન મેઘ વૃષ્ટિ કરીને ઉનાળાના તાપથી પીડાએલા લેકેને શાંતિ કરનાર થાય છે તેમ આ આષાઢ ચોમાસા રૂપી મેઘ પણ આ સંસારમાં મેહ રૂપો ઉનાળાની ગરમીને ઠારે છે. મેઘ વૃષ્ટિ વડે શાન્તિ કરે છે તેમ અહીં શુભ ધ્યાન રૂપી વૃષ્ટિ જાણવી. હવે આ મેહ રૂપી ઉનાળો કેવો છે તે જણાવતાં કહે છે કે વિકસિત ક્રોધ રૂપી ધંતુરાના ઝાડવાળે છે, વળી ઉડતી પાપ રૂપ રજથી ખરડાયેલ માન રૂપી પ્રચંડ વાયરાવાળે છે, વળી માયા–કપટ તે રૂપી પ્રગટ મૃગતૃષ્ણ એટલે ઝાંઝવાના જળવાળે છે. તથા ઉછળતાં લોભ રૂપી સમુદ્રવાળો છે. તેમજ અનેક પ્રકારની આપત્તિઓને ભંડાર એ આ મેહ રૂપી ઉન્ડાળે છે. તેને શુભ ધ્યાન રૂપી મેઘ વડે શાંત કરનાર આ આષાઢ માસુ ભવ્ય જીના ભાવમાં ભ્રમણ કરવાથી લાગેલા થાકને ઉતારનારૂં થાઓ. ૧૩૫
અવતરણઃ—હવે ૬૭ મું પારણુક દ્વાર કહે છે:--