________________
૫૧૨
શ્રીવિજયસૂરિકૃતઆગમ વિધાને સંવસ્યા બહુ જ્ઞાન રૂપી ક્ષેત્રને, નિત પરસ્પર સેવિએ જિમ પુણ્ય રૂપી દ્રવ્યને; પામીએ જિનધર્મ સાધો સેવતા મુનિરાજને, વ્યાખ્યાન સુણતાં કર્મવિણસે પામીએ શિવશર્મને. ?
પ્લેકાર્થ –સર્વ ગુણે કરી ઉજ્વલ એવા આ ક્ષેત્રને વિષે જગતના જીનું ભલું કરનાર જિનેશ્વર રૂપી રાજા છે. ન્યાયમાં તત્પર શ્રાવકે રૂપ મંત્રી વિગેરે છે. તથા ઉપશમાં ધારી એવા અમે મુનિઓ કૌટુંબિક (ખેડુત-રાજપુરૂષો ) છીએ. તે કારણથી જિનેશ્વરની આજ્ઞાના લાભને જણાવનાર જેનાગમમાં કહેલા વિધિ પ્રમાણે વર્ષાકાલને વિષે અહીં રહેલા એવા અમે પરસ્પર જ્ઞાન રૂપ ખેતરને ખેડીએ છીએ. જેથી પુણ્ય રૂપ પુષ્કળ દ્રવ્ય ઉત્પન્ન થાય. ૧૩૪
૫છાથ-સર્વ ગુણોથી શોભાયમાન એવા આ ક્ષેત્રમાં વિશ્વના હિતકારી જિનેશ્વર રાજા તરીકે શેભે છે, અને ન્યાયમાં તત્પર એવા શ્રાવકે જ્યાં મગ્નીશ્વર વગેરે જેવા શે. છે. ઉપશમ અથવા શાંત ગુણવાળા અમે સાધુઓ ખેડુતો જેવા છીએ. તે કારણથી જિનેશ્વર દેવની આજ્ઞા પાલવાથી થતા લાભને જણાવનાર શ્રી નાગમમાં કહેલ વિધિ પ્રમાણે વર્ષાકાલમાં અહીં રહેલા અમે જ્ઞાનરૂપી ક્ષેત્રને ખેડીએ છીએ. એટલે તેની સેવા કરીએ છીએ. જેમ ખેડુત વર્ષાઋતુમાં ખેતરની ઉપાસના કરે છે એટલે ખેતી કરે, તે તેથી તેમને ઘણું ધાન્ય મળે છે તેવી રીતે અમે પણ જ્ઞાનરૂપી ક્ષેત્રની પરસ્પર ઉપાસના કરીએ છીએ. તેથી પુણ્ય રૂપી ઘણા દ્રવ્યની.