________________
શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટથદિર
૪૯૧ ધર્મલાભનું કામ નથી પરંતુ અર્થ લાભ (દ્રવ્ય લાભ)નું કામ છે. વેશ્યાની મશ્કરીથી અભિમાનમાં આવેલા મુનિએ તૈના છાપરામાંથી તરણું ખેંચીને પિતાની લબ્ધિથી મણિ વગેરે રત્નની વૃષ્ટિ કરી ચાલી નીકળ્યા. આ બનાવ જોઈ વિસ્મય પામેલી વેશ્યાએ મૂલ્ય આપીને હવે કયાં જાઓ છે એમ કહી તેમને રોક્યા. તે વખતે ભોગાવલિ કર્મનો ઉદય થવાથી મુનિ પણ વ્રતથી ભષ્ટ થઈ વેશ્યાને ત્યાં રહ્યા. આ પ્રમાણે અભિમાનને લીધે નર્દિષણ મુનિ વ્રત વગેરેથી ભ્રષ્ટ થઈને તપ થતજ્ઞાન વગેરે પણ ગુમાવી બેઠા. એવું જાણુને અભિમાનને ત્યાગ કર. અહીંઆ ઉદાહરણ આપતાં જણાવે છે કે બ્રહ્મા પાસેથી વરદાન મળવાથી અભિમાની બની ગએલા તારકાસુરને શંભુના પુત્ર કાર્તિકસ્વામીએ ક્ષણમાં હરાવીને મારી નાખે. કહેવત છે કે શેરને માથે સવાશેર હોય છે. અભિમાન તે રાજા રાવણને પણ રહ્યો નથી. તેથી અનેક પ્રકારના દુઃખના કારણભૂત અભિમાનને ત્યાગ કરી ભવ્ય જીએ જરૂર નમ્રતા ગુણ ધારણ કરી ધર્મારાધન કરી મુક્તિના સુખ મેળવવા. ૧૨૪
અવતરણું – અભિમાન કરનારની અવહેલના થાય છે તે જણાવે છે –
(વસંતતિત્તિ ) स्वस्यापरस्य च बलान्यविचिन्त्य मानी,
शक्राभ्यमित्रचमरेन्द्रवदापदं स्यात् ।