________________
શ્રીકરારસ્પષ્ટાથદિ:
નેએ કહ્યું કે હે સ્વામી! ક્રોધ કરે નહિ. કારણ કે આ તો શાશ્વતી સ્થિતિ છે. ત્યારે અભિમાનથી તેણે કહ્યું કે મારા પૂર્વજોએ આ (અપમાન સહન કર્યું, તેથી મારે પણ શું તે સહન કરવું? આ પ્રમાણે અભિમાનથી પ્રધાનનું કહેવું ન માનતાં તે અત્યંત શ્યામ રૂપ વિકુવીને સ્વર્ગના રિમાનેને શ્યામ કરતે સૌધર્મેન્દ્રની સભામાં ગયે. દુઃખે જોવા લાયક એવા તેને જોઈને દેવોએ પિકાર કર્યો. તેથી સૌધર્મેન્દ્ર અવધિ જ્ઞાનના ઉપયોગથી તેને અમરેન્દ્ર જાણીને પિતાનું વજ તેની ઉપર ફેંકયું. તેના તેજથી નાશ પામેલા બળવાળે તે નાશીને વીર પ્રભુના શરણે ગયે. અને નાના કંચવા જેવું રૂપ કરીને શ્રી વીર પ્રભુના બે પગની વચ્ચે રહ્યો. વીર પ્રભુનું શરણ કરનાર પિતાનો સાધર્મિક છે એમ જાણીને સૌધર્મેન્દ્ર વજને ત્યાં જતાં રોકી રાખ્યું. એ પ્રમાણે અભિમાન કરવાથી અને પિતાના અને પરના બળને વિચાર નહિ કરવાથી ચમરેન્દ્ર દુ:ખી થયા. અહીં ઉદાહરણ આપે છે કે શુકને તાશ કદાચ થોડે વખત અહીં સહેજ પ્રકાશ કરે તેથી તે શું વિશાલ તેજને ઢાંકી શકે? અર્થાત નજ ઢાંકી શકે. તેમ શુક્રના તાર સમાન અભિમાની પુરૂષ પિતાના ગર્વને લીધે ચંદ્ર જેવા મહા તેજવાળા પરાક્રમી પુરૂષોને જીતી શકે? અર્થાત્ જ જીતી શકે. એમ જાણુંને ભવ્ય જીવોએ નમ્રતા ગુણ જરૂર ધારણું કરવો જોઈએ. ૧૨૫
અવતરણ –હવે ૬૨ મું માયા કષાયને તજવાનું દ્વાર કહે છે –