________________
શ્રીકÉરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૯૫
વામન રૂપ ધારણ કરનાર વિષ્ણુ બલિના બંધનને અને દીનતાને (યાચકપણાને) નથી પામ્યા? ૧૨
૫ષ્ટાર્થ–માયા એટલે કપટ અથવા છેતરપીંડી કરવાથી જીવ આ લોકમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે તેમજ પરભવમાં પણ નરકાદિ દુર્ગતિને પામે છે. શ્રીવીર પ્રભુ જ્યારે બાળપણમાં કીડા કરતા હતા તે વખતે ઈન્દ્ર મહારાજે તેમના બળની આ રીતે પ્રશંસા કરી કે–“દેવો સહિત ઈન્દ્ર પણ શ્રીવીર પ્રભુને ક્ષોભ પમાડવાને સમર્થ નથી.” તેની શ્રદ્ધા નહિ કરતો એક દેવ શ્રી વીર પ્રભુની પરીક્ષા કરવા માટે જ્યાં પ્રભુ રમતા હતા ત્યાં મનુષ્યનું રૂપ કરીને આવ્યું. અને પ્રભુને પોતાની ખાંધ ઉપર બેસાડી તાડ જેવું ઉંચું પિતાનું રૂપ વિકુવ્યું. તેથી પ્રભુએ મુઠીને પ્રહાર કરીને તે દેવને ઠીંગણે ( ટુક) બનાવી દીધો. આ પ્રમાણે કપટી દેવની હાલત થઈ. બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે કર્ણ રાજા પોતે ક્ષત્રિય હતો તે છતાં બ્રાહ્મણનું રૂપ કરીને પરશુરામની પાસે વિદ્યા શીખે પરંતુ એક વાર પરશુરામ કર્ણના મેળામાં સૂઈ રહ્યા હતા તે વખતે કર્ણની જ ઘામાં સર્પ કરડે. તેમાંથી લેહી નીકળ્યું. તેને રેલો પરશુરામની નીચે જવાથી તે જાગ્યા. પરંતુ કર્ણ તે તેમજ રહ્યા. તેથી પરશુરામે જોયું કે આટલું સત્વ બ્રાહ્મણમાં હેય નહિ. આ બ્રાહ્મણને ખેટ વેષધારી ક્ષત્રિય કહ્યું છે, એવું જાણીને તેને શ્રાપ આપ્યો કે યુદ્ધમાં તે વિદ્યા ભૂલી જઇશ. અને યુદ્ધમાં તેમજ બન્યું. એટલે કહેવાને સાર એ છે કે કપટથી મેળવેલી વિદ્યા કામમાં આવતી નથી. વળી ત્રીજું દષ્ટાન્ત આપતાં