________________
૪૯૮
શ્રીવિજ્યપધસૂરિકૃતરાખીને તય કર્યો હતો અને તે કપટને લીધે તેમણે નિકાચીત સ્ત્રી વેદ બાંધે અને તેને તીર્થંકરના ભવમાં ઉદય આવ્યું. ત્રીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દુર્દાન્ત નામના દૈત્યને હણવાને માટે વિષ્ણુએ કપટથી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આ દુર્દાન્ત નામના દૈત્યે બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તે રેષથી જેના મસ્તક ઉપર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. ત્યાર પછી બ્રહ્માંડમાં તે મરજી મુજબ ભમવા લાગે. ગૌરીનું રૂપ જોઈને તેના ઉપર મેહિત થયે. તેથી તે પશુપતિ પાસે આવ્યો. પશુપતિ ભય પામીને વિષ્ણુ પાસે ગયા. અને પિતાનું દુદત દૈત્યથી રક્ષણ કરવા કહ્યું. તેથી વિષ્ણુએ બનાવટી ગૌરીનું રૂપ કર્યું. ત્યારે આ ગૌરી છે એમ માની દૈત્યે તેની પાસે આવીને ગોરીને કહ્યું કે હે સુન્દરિ! મને પતિપણે અંગીકાર કર. ત્યારે બનાવટી ગૌરીએ કહ્યું કે તું મારો આગળ નૃત્ય કર તારી વાત કબુલ કરૂં. દૈત્યે નૃત્ય કરવા માંડ્યું. નૃત્યમાં ગોરીએ રાક્ષસના મસ્તક ઉપર હાથ મુકાવી તેને બાળી નાખે. અહીં કહેવાને સાર એ છે કે માયાએ વિષણુ પાસે પણ સ્ત્રીનું રૂપ ધારણ કરાવ્યું. ભવ્ય જીવોએ આવી માયાને જરૂર ત્યાગ કર જોઈએ. ૧૨૭
* આષાઢભૂતિ મુનિની ટુંક બીના આ પ્રમાણે –કેઈક ગછમાં આષાઢભૂતિ નામે મુનિ હતા. તે ઘણું લબ્ધિવાળા હતા. એક વખત છઠ્ઠના પારણે ગોચરી જતાં એક નના ઘરમાં પેઠા. તેને ઘેર દરેક ભિક્ષુને એક એક મોદક આપે છે. સુનિને પણ એક મેદિક મળે. મુનિએ બહાર આવી