________________
૪૭.
શ્રી કરમકરપછાર્યાદિ હે ભવ્ય ચાર કષાયમાં માયા ભયંકર પાર્વતી, , શિવને નચાવે નટ પરે આષાઢભૂતિને અતિ . માયા થકી સ્ત્રીવેદ પામ્યા મલિ જિનવર કપટથી, એ નાર રૂપ લઈ દૈત્ય જીત્યા વિષ્ણુએ દુઃખ એહથી.૧૨૭
કાર્ય—આ સર્વે કષાયે સરખા બળવાળા છે તે પણ માયા સૌથી તીવ્ર (ભયંકર) છે. કે જે માયાએ આષાઢભૂતિ નામના મુનિને જીતીને જેમ પાર્વતીએ શિવને નચાવ્યા તેમ નટની પેઠે નચાવ્યા હતા. વળી પોતે સ્ત્રી જાતિ હોવાથી આ લેકમાં મલ્લીનાથ વગેરેને શું સ્ત્રી પણું નથી આપ્યું? વળી એ પણ સત્ય જ છે કે માયાવી (બને. વટી) સ્ત્રીનું રૂપ લઈને વિષ્ણુએ દુર્દીન્ત દૈત્યને હણ્ય. ૧૨૭
સ્પષ્ટથ–સર્વ કષા એટલે ક્રોધ, માન, માયા, અને લોભ સમાન બળવાળા છે એટલે સંસારી જીવને તે દરેક નુકસાનકારક છે તે પણ તે સર્વેમાં માયા સૌથી વધારે ભયંકર છે. કારણ કે તે માયાએ અનેક જીવોને ઘણા પ્રકારે દુઃખી કર્યા છેઅહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેવી રીતે પાર્વતીએ શંકરને નચાવ્યા, તેવી રીતે આષાઢભૂતિ નામના મુનિને કપટને લીધે નાચવું પડયું હતું. બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે માયા એ સ્ત્રી જાતિ છે એટલે માયા કેવી એમ બેલાય છે તેથી માયા સ્ત્રી લિંબે ગણાય છે, એમ માયા સ્ત્રી લિંગ હોવાથી તેણે આ લોકમાં મલ્લીનાથ જેવા તીર્થકરને પણ સ્ત્રી વેદ પ્રાપ્ત કરાવ્યા છે. કારણ કે પૂર્વભવમાં મલ્લીનાથના છે પિતાના મિત્ર સાથે કપટ
૩૨