________________
૪૯૦
શ્રોવિયપદ્રસૂરિકૃત–
વેયા તણા ઉપહાસથી મુનિ નંદિપેણ તણ પરે, માની શમ વ્રત ધર્મ ગ્રુત તપ આદિની હીનતા કરે; બ્રહ્મા તણું વરદાનથી દુજય જ તારક અસુરને, કાર્તિકેયે ઝટ બનાવ્યો ગર્વહીન તજ માનને. ૧૨૪
શ્લોકાઈ–વેશ્યાએ કરેલા ઉપહાસથી ભ્રષ્ટ થએલા નંદિણની જેમ અભિમાની પુરૂષ તપ, શ્રત, શમ, વ્રત તથા ધર્મથી રહિત થાય છે. બ્રહ્માના વરદાનથી દુર્જય તારક શંભુના પુત્ર વડે સર્વ ગર્વ રહિત નથી કરાયે? ૧૨૪
સ્પષ્ટા –અભિમાની પુરૂષની માનને લીધે કેવી દશા થાય છે તે જણાવતા ગ્રંથકાર કહે છે કે અભિમાની પુરૂષ અનશન વગેરે તપ, આચારાંગ વગેરે શ્રત, શમ એટલે ઉપશમ તથા પ્રાણાતિપાતાદિકના ત્યાગ કરવારૂપ વ્રતથી રહિત થાય છે. અથવા અભિમાની પુરૂષમાં તપ શ્રત વગેરે ટકતાં નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે વેશ્યાની મશ્કરીથી માનને વશ થયેલા નદિષેણ નામના મુનિ ગ્રતાદિથી રહિત થયા. આ નન્દિષેણ મુનિ શ્રેણિક રાજાના પુત્ર હતા. તેમણે વીર પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજા પાસેથી દીક્ષા લેવાની રજા મેળવી. તે વખતે આકાશમાં દૈવિક વાઈ થઈ કે તમારે હાલ દીક્ષા લેવી નહિ કારણ કે તમારે ભોગાવલિ કર્મ બાકી છે. તે વખતે તે વાણીની અવગણના કરીને તે દીક્ષા લઈને આકરા તપ કરવા લાગ્યા. એક વખત છઠ્ઠના પારણાના પ્રસંગે એકલા ચરી જતાં વેશ્યાને ઘેર જઈને ધર્મ લાભ આપે. ત્યારે વેશ્યાએ કહ્યું કે અમારે