________________
શ્રીકપૂરપ્રકરસ્પટાદિક
૪૮૭
મિષ્ટાન્નનું ભજન કર, વળી મને હર પાણી પી, છ પ્રકારના રસેને રેક નહિ એટલે છ પ્રકારના રસને ચાખ, તપ વગેરે કરવા રૂપ કાયકલેશને ત્યાગ કર, શરીરને નિર્મલ કર. આ બધું કરવું ગમે તેવું અનુકૂળ છે તે કરવા છતાં પણ મેક્ષ મેળવવાને સહેલો ઉપાય કુરગડુ મુનિએ કહેલો છે તે તું આ પ્રમાણે જાણુ-કૌધને જય કર, ને તેથી મેક્ષના સુખને મેળવ. અહીં કહેવાને સાર એ છે કે જે ક્રોધને જય કરે છે તે ધીમે ધીમે બીજા કષાયને પણ જય કરી શકશે. કારણ કે બધા કષાયમાં ક્રોધ પહેલો કહ્યો છે અને જ્યાં સુધી આ પહેલો કષાય છતાય નહિ ત્યાં સુધી બીજા કષા છતાતા નથી. માટે દાનાદિ ધર્મને કરતાં પ્રથમ ક્રોધને જીતશો તેજ મેક્ષના સુખ મળશે. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ દ્રાક્ષ, શેરડી, દૂધ અને ખાંડ વગેરે તેમાં નાખેલ રસ (પારે વગેરે)ના પ્રતાપે સન્નિપાત રોગમાં પણ ખાતાં ગુણ કરે છે. તેમ ક્ષમા ગુણ રાખી પરમ ઉલ્લાસથી ધર્મો : રાધન કરતાં જરૂર મોક્ષના સુખ મળે છે. આ બાબતમાં કુરગડુ મુનિની કથા ટુંકાણમાં આ પ્રમાણે જાણવી. શ્રીકુંભ રાજાના લલિતાંગ નામના પુત્ર દીક્ષા લીધી હતી. પરંતુ વેદનીય કર્મના ઉદયથી વારંવાર ભૂખ્યા થતા હેવાથી દૂર (ચોખા) ઘણુ ખાય છે તેથી અન્ય સાધુઓએ તેમનું કુરગડુ નામ પાડયું. એક વાર પર્યુષણના દિવસે પણ તે ખાવા બેઠા, ત્યારે કેપેલા મુનિઓ તેમના પાત્રમાં ઘૂંકયા ને તેમને “અરે પાપી આજે પર્વમાં પણ શું ખાવા બેઠા છે ” એ પ્રમાણે કહ્યું. તે પણ ક્ષમાના ભંડાર એવા તે મુનિએ પોતાની નિંદા કરતાં અને તે ઘૂંકેલું ભેજન ખાતાં શુકલ ધ્યાનના ગે