________________
૪૮૧
કે
નામ એટલે
મારા
શ્રી કપૂરપ્રકરસ્પાર્ધાદિક દીર્ઘ રાજાની જેમ કુવાક્ય, બન્ધન, તાડન, અપકીર્તિ, મરણ તેમજ દુર્ગતિનું સ્થાનક થાય છે. બૃહસ્પતિની શયાને વિષે ગએલા ચંદ્રને કલંક અને ક્ષયાદિ કષ્ટ શું નથી થયા? ૧૧૯ - સ્પષ્ટાર્થ –હવે પરસ્ત્રી ગમન કરવાથી મનુષ્યને કયા
ક્યા દુખની પ્રાપ્તિ થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે મૂર્ખ મનુષ્ય પરસ્ત્રી ગમન કરીને કુવાક્ય એટલે ગાળ વગેરે ખરાબ વચને, બન્ધન એટલે કેદખાનામાં પૂરાવું તે, ઘાત એટલે અનેક પ્રકારને માર સહન કરે, અપકીતિ એટલે લોકમાં નિંદા, મરણ તેમજ નારકી તથા તિર્યંચની ગતિરૂપ દુર્ગતિને પામે છે. આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે બ્રા નામના રાજાની ચુલની નામે રાણી હતી. તે બ્રહ્મ રાજાને બ્રહ્મદત્ત નામે એક પુત્ર હતું, તે નાની ઉંમરને હતું ત્યારે બ્રહ્મ રાજા મરણ પામે. તેથી તે પુત્રનું તથા રાજ્યનું રક્ષણ કરવા માટે બ્રહ્મ રાજાના બીજા ચાર મિત્ર રાજાઓએ સમજુતી કરીને એક એક વર્ષ ત્યાં રહેવાનું નક્કી કર્યું. તેમાં જ્યારે દીર્ઘ રાજાને વારે આવ્યું ત્યારે તે બ્રહ્મ રાજાની વિધવા ચુલની રાણીને વિષે આસકત થયો. તેથી બ્રહાદત્ત મોટે થયો ત્યારે દીર્ઘ રાજાને પકડીને કેદખાનામાં પૂર્યો. અને અંતે દીર્ઘ રાજાની દુર્ગતિ થઈ. તેની ઘણી નિંદા થઈ. લોકોમાં અપયશ થયા. એમ સમજીને પરસ્ત્રીમાં આસક્ત થવા રૂપ પાપ કરવું નહિ. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે ચંદ્ર પિતાના ગુરૂ બૃહસ્પતિની પ્રિયાને જોઈને તેના ઉપર આસક્ત થયે, તેથી કામાતુર થએલો તે તેની પાસે ગયે. તેવામાં હસ્પતિ ત્યાં આવી
૩૧