________________
શ્રી પ્રકરપષ્ટથીદિર કુમાર નામે પુત્ર થયા. નેમિનાથની દેશનાથી બોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી અને તેમની સાથે વિચરે છે. હવે - અન્તરાય કર્મના ઉદયથી આખી નગરીમાં ભમવા છતાં પણ તેમને ભિક્ષા મળતી નથી. મુનિઓએ પ્રભુને પૂછ્યું કે આ ઢઢણ મુનિને ભિક્ષા નથી મળતી તેનું શું કારણ? પ્રભુએ કહ્યું કે પૂર્વ ભવમાં તે જ્યારે બ્રાહ્મણ હતા ત્યારે તેણે ભૂખ્યા લોકેને ભોજનમાં અંતરાય કર્યો હતે તે કર્મ હાલમાં તેમને ઉદય આવેલું છે. તેથી ભિક્ષા મળતી નથી. આ સાંભળીને ઢંઢણકુમારે પ્રભુ પાસે અભિગ્રહ ધારણ કર્યો કે મારે પરલબ્ધિ જોગવવી નહિ. અલાભ પરિષહને સહન કરતાં તેમણે કેટલેક કાળ ગા. એક વાર કૃષ્ણ મહારાજે પ્રભુને પૂછયું કે સર્વ સાધુઓમાં દુષ્કર વ્રતધારી કોણ છે? ત્યારે સ્વામીએ કહ્યું કે સર્વે મહર્ષિઓ છે પરંતુ ઢઢણ મુનિ ગાઢ પરીષહાને સહન કરે છે તેથી હર્ષિત થએલા વાસુદેવ નગરમાં આવ્યા. ઢણ મુનિને જોઈને હાથી ઉપરથી ઉતરીને વંદન કર્યું. આ જોઈને એક શેઠે વિચાર્યું કે આ મહામુનિ છે તેથી તે શેઠે પણ ઢંઢણકુમારને નિમંત્રણ આપીને મોદક હેરાવ્યા. તેથી ઢઢણ મુનિએ નેમિનાથ પાસે જઈને પૂછયું કે હે ભગવદ્ મારૂં તે કર્મ ક્ષય પામ્યું છે? પ્રભુએ કહ્યું કે ક્ષય પામ્યું નથી. ત્યારે પિતાને એક શાથી મળ્યા એમ પૂછયું. ત્યારે પ્રભુએ કહ્યું કે કૃષ્ણને લીધે. આ પરલબ્ધિ છે એમ ધ્યાન કરતા ઢંઢણ મુનિ તે મોદકને પરઠવવા માટે ચૂરો કરવા લાગ્યા. તે વખતે શુદ્ધ સ્થાન (શુકલ ધ્યાન) રૂપી અગ્નિથી તેમના કર્મ બળી ગયાં, તેથી કેવલજ્ઞાન :