________________
૪૨૪
શ્રીવિજ્યપદ્રસૂરિકૃતછે અને રસેને ત્યાગ કરનાર આ સંસાર સમુદ્રને તરી જાય છે. જેવી રીતે નાના પ્રકારના રસમાં આસક્ત થનાર મથુરા નગરીમાં રહેનાર મંગુ નામના આચાર્ય સંસારમાં
અડક્યા. અને પાપકર્મો સાથે ઉત્તમ માદકનું ચૂર્ણ કરનાર ઢંઢણ નામના મુનિ સંસાર સમુદ્રને તરી ગયા છે. આ પ્રમાણે જાણીને રસના વિષયને ત્યાગ કરો. ૯૮
મંગુસૂરીની કથાનો સાર આ પ્રમાણે –મથુરા નગરીમાં પાંચસો શિગેના પરિવારવાળા મંગુ નામના આચાર્ય હતા. તેઓએ રસની લોલુપતાથી મથુરામાં નિત્ય વાસ કર્યો તેથી તેમનું મથુરામંગુ નામ થયું. ઘણું કાલે તે આચાર્ય મરીને તેજ નગરની બહારના ઉદ્યાનમાં વ્યન્તર થયા. ત્યાં વિલંગજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણે. પિતે જીભની લોલુપતાથી વ્યન્તર થયું છે તેથી બહાર આવતા મુનિઓને પ્રતિબંધ પમાડવાને માટે તે વ્યક્તિ પોતાનું મોટું પહેલું કરીને લાંબી જીભ દેખાડે છે. આમ કરવાનું કારણ મુનિએ પૂછે છે, ત્યારે તે તેમને આચાર્ય હતો અને રસમાં લેલુ થવાથી આ દશા પામ્યો છું. એમ કહે છે. તેઓ પણ આ હકીક્ત સાંભળીને વ્રતમાં નિશ્ચલ થયા. ત્યાર પછી વ્યન્તર અદશ્ય થઈ ગયે. આ વાત સાંભળીને હે ભળે ? તમે પણ રસના ઈન્દ્રિયના વિષયને ત્યાગ કરે.
ઈતિ મંગુ આચાર્ય કથા.
ઢંઢણ કુમારની કથા. દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવની ઢંઢણું રાણીથી ઢંઢણુ