________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૩૭
દૈવથી વિધવા બની છું તેમજ આ બે મારા પુત્રની વહુએ પણ નસીબ યેગે વિધવા બની છે. તેથી અમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. હર્ષિત થએલા અભયકુમારે કહ્યું કે તમે આજે મારા અતિથિ થાઓ. કારણ કે તમે મારા સાધમિક છે. સાધમિકની ભક્તિ જિનપૂજાની જેમ ફલ આપે છે. ત્યારે વેશ્યાએ કહ્યું કે એ તમારું કહેવું ઠીક છે. પરંતુ અમે આજે ઉપવાસી છીએ. ત્યારે અભયકુમારે કહ્યું કે તમે સવારે મારે ઘેર આવજે. ત્યારે તેણીએ કહ્યું કે પ્રાણીઓનું આયુષ્ય ક્ષણે ક્ષણે એાછું થાય છે, તે કાલે અમે આમ કરીશું એમ કઈ રીતે કહેવાય? આવા પ્રકારના તેમના વચનથી સંતોષ પામીને આવતી કાલે તેમને નિમન્ત્રણ આપવાનું વિચારી તે પોતાના ઘેર ગયે.
બીજે દિવસે તેમને પોતાને ત્યાં બેલાવી અભયકુમારે સન્માન પૂર્વક ભેજન કરાવ્યું. વેશ્યાએ પણ અભયકુમારને ભેજન માટે નિમન્ત્રણ આપ્યું. અભયકુમાર પણ તેમને ત્યાં જમવા ગયા. ભોજન કરાવ્યા પછી તેમણે અભયકુમારને ચન્દ્રહાસ દારૂથી મિશ્ર પાણું પીવરાવ્યું. તેથી તે બેભાન થઈ ગયા. બેભાન થએલા અભયકુમારને પ્રથમથી તૈયાર રાખેલા રથમાં નાંખીને અવન્તી નગરીમાં લઈ ગયા. અને તેને ચંડપ્રદ્યોત રાજાને સેપી બધી બીના જણાવી. રાજાએ તેને લાકડાના પાંજરામાં પૂ.
આ ચંડપ્રદ્યોત રાજા પાસે શિવાદેવી રાણ, લેહજંઘ લેખવાહ (કાસદી) અગ્નિભરૂક નામનો રથ અને નલ