________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિઃ
રાજાએ કંસના કહેવાથી દેવકીને વસુદેવ સાથે પરણાવી. કન્યા સાથે ઘણું સુવર્ણાદિક તથા કરોડ ગાયે દેવક રાજાએ વસુદેવને આપ્યા. ત્યાર પછી કંસ અને વસુદેવ મથુરામાં આવ્યા.. ત્યાં કસે મિત્રના (વસુદેવના) લગ્નને મેંટે ઉત્સવ કર્યો. તે વખતે કંસના નાના ભાઈ અતિમુકત મુનિ કે જેમણે દક્ષા લીધી હતી તે પારણાની ગોચરી બહેરવા માટે કંસના ઘેર, આવ્યા. તે વખતે કંસ રાજાની સ્ત્રી જીવયા કે જેણે દારૂ પીધે હતા તેણે મુનિને જોઈને વિચાર્યું કે આ મહત્સવમાં દિયર આવ્યા તે સારૂ થયું. દારૂ પીને ગાયન કરતી અને નાચતી તે જીવયશા એકદમ મુનિના કઠે વળગી પડી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે હું સુન્દરી! વિષાદને સ્થાને તારે ત્યાં આ હર્ષ કેમ દેખાય છે? તમે જે દેવકીના લગ્ન નિમિત્તે આ ઉત્સવ કરે છે, તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને હણનાર થવાનો છે. આવાં મુનિનાં વચન સાંભળી જીવયશાને દારૂને મદ ઉતરી ગયે. અને કસને તે હકીક્ત જણાવી. તેથી કંસે વસુદેવની પાસે દેવકીને સાતમે ગર્ભ માગે. પરંતુ નસીબ યોગે દેવકીને તે સાતમે ગર્ભ ગેકુલમાં વૃદ્ધિ પામ્યું. અને તે કૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા. તે કૃણે કંસને તથા જીવયશાના પિતા જરાસંઘને હણ્યા. ઋષિનું વચન કદાપિ ખાટું ન પડે એમ સમજીને બુદ્ધિ વગેરે ગુણેને નાશ કરનારી મદિરાને પીવાને વિચાર પણ કરવો નહિ.
અવતરણ–વળી આ લેકમાં પણ સુરાપાનનું ફલ કહે છે –