________________
૪૭૦
શ્રી વિજયપદ્યસૂરિકૃતમૃત્યુ પામતાં તે શીકારી નરકાદિ દુર્ગતિને પામે છે. તેથી શિકાર બને લેકમાં પીડાને માટે થાય છે. તેથી ગાંગેય ઋષિએ શાન્તન() નામે રાજાને શીકાર કરવાનું વ્યસન છોડાવ્યું. ૧૧૪
પછાર્થ –આ શિકારનું વ્યસન આ લેક અને પરમાં ભયંકર પીડા આપે છે. તેમજ તે પિતાને (શિકારીને) તથા પરને ભયંકર નુકશાન કારક પણ નીવડે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે એ વાત તદ્દન સાચી જ છે કે વિશ્વાસુ જીને વારંવાર પીડા પમાડતો શિકાર બીજાનું તે ભલું કરતો જ નથી. જે જંગલના પ્રાણીઓ વિશ્વાસથી શિકારીએ. નાખેલા દાણું વગેરે ખાવા આવે તેમને જાળમાં સપડાવત શિકારી તે જીવોનો જાન લે છે. વળી શિકાર કરતાં સુઅર, વાઘ વગેરે જંગલી પ્રાણીઓને મારવાને માટે છેડેલું બાણ નિષ્ફળ જવાથી એટલે તે જાનવરને નહિ વાગવાથી બચી ગએલે તે ભુંડ વાઘ વગેરે તે શિકારીને જ મારી નાંખે છે.' તેથી શિકારનું વ્યસન પિતાના સુખને માટે પણ થતું નથી, અને તે જંગલી પ્રાણીથી મરણ પામેલો તે શિકારી પરભવમાં નરક તિર્યંચ વગેરે દુર્ગતિમાં જાય છે. કારણ કે જીને વધ કરનાર શિકારી કૂર પરિણામવાળે હેવાથી દુર્ગતિમાં જાય. તેમાં કાંઈ નવાઈ નથી. આ જ કારણથી શાન્તનું નામના રાજાને તેના જ પુત્ર ગાંગેચે (ગંગાને પુત્ર હોવાથી ગાંગેય કહેવાય છે, બીજું નામ ભીષ્મ હતું) શિકારના વ્યસનથી. અટકાવ્યું હતું. ૧૧૪