________________
४६८
શ્રી વિજ્યપર્મસૂરિકૃતહાસ્ય વગેરે રસેને ધારણ કરે છે, તેથી તેમના હૃદયમાં અનેક પ્રકારના છિદ્રો હાય, એમ મનાય છે. આ વેશ્યાએ માસક્ષપણ વગેરે તપ કરનાર કૂલવાલક મુનિને પણ વ્રતથી ભષ્ટ કર્યા હતા. કેણિક રાજાએ ચેડા રાજાની વિશાલા નગરી ઉપર ચડાઈ કરી તે વખતે કેણિક રાજાએ પ્રતિજ્ઞા કરી કે જે હું ગધેડાં જેડેલાં હળથી આ નગરી ખોદાવી કાઢું નહિ તે હું પ્રાણ ત્યાગ કરીશ. પરંતુ ઘણો વખત ગયા છતાં વિજય ન થવાથી કેણિક રાજા ઉદાસ થયો. તે વખતે આકાશમાં અદ્ધર રહીને દેવીએ કહ્યું કે જે માગધિકા ગણિકા ફૂલવાલક સાધુ સાથે કીડા કરે તો વિશાલા નગરી જિતાય. આથી કેણિક રાજાએ. માગધિકાને બોલાવી તેને ફૂલવલુક સાધુને વશ કરવાનું કહ્યું. માગધિકાએ કપટી શ્રાવિકા બનીને અતિસાર થાય તેવા માદક ખવરાવીને ઉપચારના ન્હાનાથી પોતાના અંગને સ્પર્શ કરાવીને તેમને વશ કર્યો. અને તેમને પિતાને પતિ બનાવીને કેણિક પાસે લાવી. તે કૂલવાલકે વિશાલા નગરીમાં પ્રવેશ કરી “મુનિસુવ્રતસ્વામીના સ્તૂપના પ્રભાવે આ નગરી છતાતી નથી એવું જાહેર કરીને તેણે નગરીના લોકેની પાસે તે સ્તૂપ ખોદાવી નખાવ્યો. તેથી કેણિકે તે વિશાળા નગરી જીતીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરો. કહેવાનો સાર એ છે કે ફૂલવાલુક મુનિ વેશ્યામાં આસક્ત થઈને મરીને દુર્ગતિમાં ગયા. તેથી વેશ્યાને સંગ નજ કર જોઈયે. અહીં દષ્ટાન્ત આપે છે કે જેમ હિમાચલ જેવો પર્વત પણ સૂર્યની કઠેર કાન્તિ વડે પીગળે છે તેમ વેશ્યાના હાવભાવ જોઈને મેહ પામેલે પુરૂષ પણ અમૂલ્ય માનવ જીવનને બગાડે છે. ૧૧૩