________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૭૭ ચિત્તને ચોરવામાં ઉદ્યમવાળો થયો હતો. એટલે જ્યારે બ્રહ્માની આગળ અલંકાર પહેરીને તેમની પુત્રી સરસ્વતી ઉભી રહી ત્યારે બ્રહ્મા પણ પિતાની પુત્રી ઉપર મોહિત થયા. પુત્રીને વિષે પણ પોતાનું ચિત્ત વિકારવાળું શાથી થયું. એને વિચાર કરતાં બ્રહ્માએ કામદેવને પોતાની પાસે રહેલે. જે. તેથી બ્રહ્માએ તેને શ્રાપ આપે કે શંકરના ત્રીજા નેત્રથી તું ભસ્મીભૂત થઈશ. હવે શંકરે કામદેવને શાથી. બાળે તે જણાવે છે કૈલાસ પર્વત ઉપર રહીને શંકરે સાઠ હજાર વર્ષ તપ કર્યું. ત્યારે ગૌરીએ પિતાના પતિના સત્વની પરીક્ષા કરવા માટે ભીલડીનું રૂપ લીધું. અને શંકર આગળ ઉભી રહી. ભીલડીનું રૂપ જોઈને ધ્યાન મૂકીને શંકરે તેની આગળ કામક્રીડા કરવા પ્રાર્થના કરી. ત્યારે ભીલડીએ શંકરને પોતાની આગળ નાચવાને કહ્યું. તેથી તે પણ તેની આગળ નાચવા લાગ્યા. તે વખતે ગૌરીએ પિતાનું અસલ રૂપ કર્યું, તેથી શિવ લજજા પામ્યા. કયા પાપીએ મારું ધ્યાન ચલિત કર્યું ? એમ વિચારતા શંકરે પોતાની પાસે રહેલા. કામદેવને છે. તેથી પોતાના ત્રીજા નેત્રના અગ્નિ વડે શંકરે કામદેવને બાળી નાખ્યું. ત્યારથી કામદેવનું અનંગ એવું નામ પડયું. આ પ્રમાણે ચિત્તની ચોરી કરવાને ઉદ્યમ કરનાર કામદેવને ચેરીનું ફળ મળ્યું. આ બીને લયમાં રાખીને ભવ્ય એ ચોરીના વ્યસનને જરૂર ત્યાગ કરવો જોઈએ. ૧૧૭
અવતરણ હવે અઠ્ઠાવનમાં દ્વારમાં પરસ્ત્રી સાથે ક્રીડા કરવાનું સાતમું વ્યસન તજવાની બીના જણાવે છે–-.'