________________
૪૭૨
શ્રી વિજ્યપદ્રસૂરિકૃતબાણ વડે પિતાના ભાઈને શું વધે નથી? વળી દશરથ રાજા આકરા અષિ ઘાતના પાપ સમુદાયને શું પામ્યા નથી? અર્થાત્ પામ્યા છે જ. ૧૧૫
સ્પષ્ટાર્થ –શિકારમાં અનેક પ્રકારના પ્રાણુઓને ઘાત થતો હોવાથી જેણે જીવદયાને ત્યાગ કર્યો છે એવો શિકાર પુત્રને વિષે પણ દુષ્ટ પરિણામવાળે થાય છે એટલે પુત્રને પણ મારવાની ભાવના રાખે છે. વળી તે ખાંડવ વનને બાળનાર અગ્નિથી પણ વધારે ચંડ એટલે કૃર પરિણામવાળે અથવા રૌદ્ર પરિણામવાળે હેય છે. તેથી જડ એવો તે શિકારી નાહક કેને કેને હણતો નથી? જેમ ખાંડવવનમાં મૂકેલો અગ્નિ તે આખા વનને બાળે છે, તેમ શિકાર કરવાના પરિ ણામવાળો શિકારી કેને કેને મારતે નથી? આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શ્રીકૃષ્ણ વાસુદેવના નાનાભાઈ જરાકુમારે શ્રી નેમિનાથ પાસેથી સાંભળ્યું કે કૃષ્ણનું મૃત્યુ પિતાને હાથે થનાર છે. તેથી આવું કાર્ય પોતાના હાથે ન બને તેટલા માટે તે જરકુમાર જંગલમાં જતા રહ્યા. તે જ જરાકુમારના હાથે શિકારના શેખને લીધે કૃષ્ણનું મૃત્યુ થયું. કારણ કે જ્યારે દ્વારિકા નગરી બળી ગઈ ત્યારે કૃષ્ણ અને બળદેવ ત્યાંથી નીકળીને જે જંગલમાં જરાકુમાર રહેતો હતો ત્યાં આવ્યા. કૃષ્ણને તરસ લાગવાથી બળદેવ પાણી શોધવાને ગયા ત્યારે કૃષ્ણ પોતાના એક ઢીંચણ ઉપર પગ ચઢાવી સૂતા છે તે વખતે શિકાર કરવા નીકળેલા જરાકુમારે સૂતેલા કૃષ્ણને હરિણ માનીને બાણ માર્યું, તે કૃષ્ણના પગમાં વાગ્યું. આ પ્રમાણે શિકારનું વ્યસન ભાઈને મારનારૂં થયું.