________________
४१६
શ્રો વિજ્યપદ્યસૂરિકૃતકૃતપુણ્યનું ઉદાહરણ –
રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. અહીં ધન નામે સાર્થવાહ હતો. તેની ભદ્રા નામે પ્રિયાથી કૃતપુણ્ય નામે પુત્ર થયે. તે પુત્ર સર્વ કલામાં હોંશિયાર થયે. યુવાન થયો ત્યારે પિતાએ કઈક શેઠની પુત્રી તેને પરણાવી. પરંતુ તેને સત્પરૂષોની સેબતથી વિષયથી વિરત મનવાળો જાણી પિતાએ તેને ખરાબ માણસની સબતમાં નાખે. ખરાબ બતથી તે અનંગસેના નામની વેશ્યાને વિષે આસકત થયે. બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહ્યો. તેના મા બાપ તે મંગાવે તેટલું ધન મેકલતાં હતાં. પિતાએ પુત્રને ઘેર આવવાને વારંવાર કહેવરાવ્યા છતાં તે ઘેર ગયે નહિ. અનુક્રમે તેના મા બાપ પણ મરણ પામ્યા. તેથી ઘેરથી ધન આવતું બંધ થયું ત્યારે મુખ્ય વેશ્યાએ જાણ્યું કે કૃતપુણ્યને ઘેર ધન ખૂટી ગયું છે, તેથી તેણે અનંગસેનાની નામરજી છતાં પિતાને ત્યાંથી અપમાન કરી કાઢી મૂક્યો ત્યારે તે પિતાને ઘેર આવ્યું તેની સ્ત્રીએ સર્વ હકીક્ત કહી. પછી ધન વિના અહીં રહેવું યોગ્ય નથી એમ જણાવી તે ઘરને ત્યાગ કરી વેપાર કરવા માટે ઘેરથી નીકળે. ઘણા પ્રકારની વિડંબનાઓ ભેગવી. છેવટે પૂર્વ ભવમાં કરેલા પુણ્યના યોગે અનેક પ્રકારની ઋદ્ધિ પામે. અહીં સમજવાનું એ છે કે વેશ્યાને ત્યાગ નહિ કરવાથી કૃતપુણ્ય જેવાંને પણ દુઃખ ભેગવવું પડ્યું એમ સમજીને આત્મહિતને ચાહનારા ભવ્ય જીવાએ તેની ઈચ્છા પણ નજ કરવી જોઈએ.