________________
૪૬૫
શ્રી કર્પરાકરસ્પષ્ઠાથદિક અર્થાત્ નજ હોય અથવા તેનામાં પવિત્રતા ન હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પરબના પાણીમાં પવિત્રતા કયાંથી હોય? અથવા જેમ પરબનું પાણી અનેક જાતના લેકે પીતા હોવાથી તે ચાખું રહી શકતું નથી. અને કદઈના ઘરે તૈયાર થયેલ ભેજનમાં જેમ પવિત્રતા હિતી નથી. તેવી રીતે તે વેશ્યા કૃત્રિમ હર્ષ અને શેકને કરનારી હોવાથી તે કોઈ સમજુ માણસની પ્રિયા થઈ શકતી નથી. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કૃતપુણ્ય નામના શેઠને તે વેશ્યા છેવટે ખેદ ઉપજાવનારી થઈ હતી. એટલે પ્રથમ તો શેઠે તેણીને જ્યાં સુધી દ્રવ્ય આપ્યું, ત્યાં સુધી તે તેને આનંદ પમાડયો. પરંતુ જ્યારે તેની પાસેનું દ્રવ્ય ખૂટી ગયું ત્યારે તેણીએ તેને ઘરમાંથી કાઢી મૂકયે, તેથી તે વેશ્યા છેવટે તેને શેક કરાવનારી થઈ. માટે આવા સ્વભાવવાળી વેશ્યા કેઈની પ્રિયા (પ્રેમ કરવા લાયક) ગણાય જ નહિ. આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે રાત્રી સ્વભાવથી મલિન છે, છતો પૂનમને ચંદ્રમાં ચળકતો હોય, ત્યારે નિર્મળ જણાય છે, તે જ રાત્રી ચન્દ્રની કલા ઢંકાય, ત્યારે તેવી સ્વચ્છ જણાતી નથી. તેવી જ રીતે વેશ્યા પણ જ્યાં સુધી દ્રવ્ય મળે ત્યાં સુધી કૃત્રિમ સ્નેહ દેખાડે છે, અથવા પિતાને સામા પુરૂષની ઉપર ઘણે પ્રેમ છે તે આડંબર કરે છે. પરંતુ જ્યારે તેના ઉપર પ્રીતિ કરનાર પુરૂષ પાસે ધન રહેતું નથી ત્યારે તેને તિરરકાર કરીને કાઢી મૂકે છે. આવા વેશ્યાના કૃત્રિમ સનેહમાં આસક્ત, થનારા મૂઢ જી અંતે દુ:ખી થયા વિના રહેતા જ નથી. માટે જ વેશ્યાને સંગ ને પણ ઈચ્છવા ગ્ય નથી.
૩૦