________________
|
|
**
જ
આ
શ્રી પૂંરપરસ્પષ્ટાથદિક
૪૩૫ પણ ભેદ જેતે નથી. (આ બંને ચેડા રાજાની પુત્રીઓ હતી. તેમાં શિવા ચંડપ્રદ્યતની રાણી હતી અને ચેલણ શ્રેણિક રાજાની રાણી હતી.) શિવા રાણીનો સગાઈથી તમે પણ મારે માનનીય છે. તેથી તમારું એકાન્ત હિત ઈચ્છનાર હું તમને જણાવું છું કે શ્રેણિક રાજાએ તમારા સર્વે રાજાઓને ફેડી નાખ્યા છે. તેઓને વશ કરવાને શ્રેણિક રાજાએ ગુપ્ત રીતે તેઓને સેનામહોરે આપી છે અને તેઓએ તે લીધી છે તેના બદલામાં તેઓ તમને બાંધીને શ્રેણિક રાજાને સેંપી દેશે. જે આ વાતની તમને ખાતરી ન થતી હોય તે તેમના રહેઠાણમાં સોનામહોરે દાટેલી છે તે ખેદાવીને જુએ. ચંડપ્રદ્યોતે ખાત્રી કરવાને એક રાજાને આવા પિતાના માણસો પાસે ખેદા તો તેમાંથી સોનામહેરાથી ભરેલે લેઢાને કળશ નીકળે. આ પ્રમાણે ખાત્રી થવાથી તે રાજા ભયભીત થઈને નાઠે. અને તેના નાસી જવાથી તેનું સૈન્ય પણ નાસવા લાગ્યું. તે વખતે શ્રેણિક રાજાએ તેના હાથી ઘોડા ખજાને વગેરે લુંટી લીધું. ચંડપ્રદ્યોત રાજા વાયુવેગી ઘોડા ઉપર બેસીને મહામુશીબતે પિતાની નગરીએ પહોંચ્યો. ચંડ પ્રોત નાશી જવાથી બીજા રાજાઓ તથા સિન્યના માણસો પણ નાશી ગયાં. અને ચંડપ્રોતની પાછળ પાછળ તેઓ પણ અવન્તી નગરીમાં પહોંચ્યા. રાજાઓએ ચંડપ્રદ્યોતને નાશી આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે અભયમંત્રીને લેખ દેખાડશે. ત્યારે રાજાઓએ ખાત્રી પૂર્વક કહ્યું કે હે રાજની આપણને અભયકુમાર મંત્રીએ ઠગ્યા છે. અમને પણ આ વાતની બીલકુલ ખબર નથી. - આ પ્રમાણે પોતે છેતરાય છે અને નાશી આવવાથી
*
*