________________
४३६
શ્રી વિજયપક્વસૂરિકૃતપિતાની હાંસી થઈ છે એવું જાણીને ચંડપ્રદ્યોત રાજા અભયકુમાર ઉપર ઘણે ગુસ્સે થયે તેથી તેણે સભામાં કહ્યું કે અભયકુમારને બાંધીને અહીં કે મને લાવી આપશે? આ સાંભળીને સભામાં રહેલી કઈક વેશ્યાએ હાથ ઉંચા કરીને કહ્યું કે હે રાજન! આ કાર્ય કરવા હું સમર્થ છું માટે મને આજ્ઞા આપે. ત્યારે રાજી થઈને રાજાએ કહ્યું કે એ એમ છે તે તું તે કાર્ય જલદી કરી. પરંતુ આ કાર્યમાં તારે શેની જરૂર છે તે કહે. ત્યારે વેશ્યાએ વિચાર્યું કે ધર્મના બહાના સિવાય બીજા કેઈ પણ પ્રકારે અભયકુમાર પકડાશે નહિ. તેથી તેણે પિતાની સરખી ઉંમરવાળી બે સ્ત્રીઓની રાજા પાસે માગણી કરી. તે વખતે ચંડપ્રદ્યોતને તેને બે સ્ત્રીઓ અને પુષ્કળ ધન આપ્યું. ત્યાર પછી તે ત્રણે સ્ત્રીઓ સાથ્વીએની ઉપાસના કરી જૈન ધર્મની રીતભાત જાણનારી બની.
... ત્યાર પછી ઘણું પરિવાર સાથે તે ત્રણે સ્ત્રીઓ રાજગૃહી નગરીએ પહોંચી. અને પરિવારને નગરની બહાર રાખીને જિનબિંબને નમસ્કાર કરવા માટે નગરીમાં ગઈ. ત્યાં નગરમાં રાજાએ કરાવેલા દેરાસરમાં ત્રણ નિસિહી પૂર્વક પ્રવેશ કરીને વંદના કરી. તેણીઓએ મધુર વાણીથી એવી સરસ
સ્તુતિ કરી કે જે સાંભળીને ત્યાં આવેલા અભયકુમાર પણ ખુશી થયા.
અભયકુમારે પ્રભુને વંદન કરીને વેશ્યાને પૂછ્યું કે તમે કેણ છે? ક્યાંથી આવ્યા છે ? ત્યારે કપટી શ્રાવિકા બનેલી વેશ્યાએ કહ્યું કે હું અવન્તી નગરીના શેઠની પત્ની