________________
૪૩૪
શ્રીવિજયપદ્ધસૂરિકૃતઆસક્ત થઈને હાથણી પાસે જતાં વચમાં મનુષ્ય ઘાસથી ઢાંકેલા ખાડામાં પડે છે, તે વખતે માવત વગેરે તેને પકડીને સ્વાધીન કરે છે. તેથી તે પિતાનું સ્વતંત્રતાનું સુખ ગુમાવે છે અને દુઃખી થાય છે.
=
ચડપ્રદ્યોતરાજાનીક બીન આ પ્રમાણે જાણવી –
અવન્તી નામની નગરીમાં ચંડપ્રદ્યોત નામને રાજા રાજ્ય કરતા હતા. તેણે એક વખત રાજગૃહી નગરીમાં રાજ્ય કરતાં શ્રેણિક રાજાની ઉપર ચૌદ રાજાઓ સાથે ચડાઈ કરી. તેને પિતાના રાજ્ય ઉપર આવત સાંભળીને શ્રેણિક રાજાએ વિચાર્યું કે મહા બળવાળા આ રાજાને હું કેવી રીતે જીતીશ. તેથી ચિંતાતુર મુખવાળા રાજાને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મન્ત્રીએ કહ્યું કે હે પિતાજી! જે અવન્તીને, રાજા તમારે અતિથિ થાય છે તેમાં તમારે ચિંતા શા માટે કરવી. હે રાજેન્દ્ર તેની સાથે યુદ્ધની ચિંતા તમારે કરવી નહિ. જે કાર્ય બુદ્ધિથી સાધ્ય હોય ત્યાં લડાઈની જરૂર નથી. હું બુદ્ધિથી આ કાર્ય (એટલે ચંડપ્રદ્યોતને હરાવવાનું કામ). સાધીશ. એમ કહી અભયકુમારે નગરની બહાર શત્રુના સિન્યને પડાવ નાંખવાના સ્થાને સેનામહોરોથી ભરેલા લેઢાના કળશે અગાઉથી દટાવ્યા. કેટલાક સમય વીત્યા બાદ અવન્તીનાથ ચંડપ્રદ્યોતના અન્ય રાજગૃહ નગરને ચારે બાજુથી ઘેરી લીધું. ત્યાર પછી બુદ્ધિશાળી અભયકુમારે ચંડપ્રદ્યોત રાજાની પાસે પિતાના ચરે પુરૂષો સાથે એક પત્ર મોકલાવ્યું. તેમાં તેમણે જણાવ્યું કે શિવારાણી. અને ચેલણા રાણમાં જરા
*
*
'
/