________________
૪૫૪
શ્રી વિજયસૂરિકૃત
કરીને તેને મિથિલાનગરીમાં લાવી રાજા બનાવીને માંસમાં અતિ આસકિતવાળે બનાવ્યું. તેથી તે યુગલિક હેવાથી દેવગતિમાંજ જાત, છતાં માંસમાં અને મદિરામાં લાલચુ થએલે તે અશુભ ધ્યાનથી મરીને નરકગતિમાં ગયે. આ પ્રમાણે જે યુગલિયાને જન્મ એવો છે કે જ્યાંથી મરીને તે અવશ્ય દેવજ થાય, તે છતાં તેની આ કુદરતી સ્થિતિમાં પણ માંસની લેપતાએ ફેરફાર કરી નાખ્યું અને નરકના દુઃખને ભક્તા બનાવ્યું તે બીજા જીવો માંસભક્ષણમાં આસકત બને તો નરકમાં જાય એમાં તે શું કહેવું? અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે જેને સારી સારી મનહર રસાઈ પકાવીને ખાવાની
લુપતા હોય તે જીવ સુંદર પાકેલા બહારથી રમણીય જણાતા કિપાક વૃક્ષના ફલને જોઈને તેનું ભક્ષણ કરે છે તેનું મરણ થાય તેમાં કાંઈ સંશય હોય ખરેકે ? નહિ જ. એટલે કિપાક વૃક્ષના ફળને ખાનારનું અવશ્ય મૃત્યુ થાય તેમ માંસનું ભક્ષણ કરનારને નરકગતિ મળે તેમાં કાંઈ સંશય નથીજ. માટે સમજુ ધર્મિષ્ઠ ભવ્ય જીવોએ માંસ ખાવાને વિચાર પણ નજ કરવો જોઈએ. ૧૦૮
| હરિરાજાની કથા મધુપિંગલને જીવ મરીને દેવ થયે. તેણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ જા. તે વખતે પિતાને વેરી જીવ હરિ વર્ષ ક્ષેત્રમાં યુગલિક થયે છે એવું જાણીને તેણે રેષથી આ પ્રમાણે વિચાર્યું કે જે હું તેને દુઃખ આપીને હમણાં મારીશ તો તે મરીને દેવ થશે અને તેથી સ્વર્ગમાં અહીં કરતાં પણ વધારે સુખી થશે. માટે મારે એવું કરવું જોઈએ