________________
૪૩૪
શ્રીકરપ્રકરસ્પષ્ટથીદિ: સ્પશ વિષયાસક્તિથી પ્રદ્યોત ભૂપ તણી પર, બલવંત જન પણ દુખ લહે તેવું મળે જેવું કરે; હાથણીના સ્પર્શ રાગે અંધ હાથી ખાડમાં, પડતો વિચારી જીવ?તજજે રાગ ઝટપટ સ્પર્શમાં. ૧
શ્લેકાર્થ –અતિ બળવાન છતાં પણ સ્પર્શમાં અત્યંત આસક્તિ રાખનાર જીવ મન્ત્રી અભયકુમારથી બંધાએલ ચંડપ્રદ્યોત નામના રાજાની જેમ દુઃખને પામે છે. અથવા જે હાથી હાથણીના સ્પર્શમાં આંધળી બુદ્ધિવાળો થતાં ઢાંકેલા. ખાડામાં પડયે ન હોત તો તેને કેણ પકડી શક્ત? અર્થાત કઈ જ પકડત નહિ. ૧૦૨
સ્પાર્થ – હવે સ્પર્શની આસક્તિથી જીવ દુઃખમાં આવી પડે છે તે વાત જણાવતાં કવિરાજ કહે છે કે જેઓ અતિ બળવાન હોય છતાં પણ સ્પર્શ વિષયમાં ઘણું આસક્ત થાય એટલે સ્ત્રી વગેરેના સ્પર્શમાં લંપટ બને તો તે જીવે દુઃખને પામે છે તે સામાન્ય જીવોની તે વાતજ શી? જેમ અવન્તી નગરીને ચંડપ્રદ્યોત નામે રાજા ઘણે બળવાન હતો એટલે લડાઈમાં જીતી શકાય તે હોતે, તે પણ શ્રેણિક રાજાના પુત્ર મંત્રી અભયકુમારે વેશ્યાને સ્પર્શ કરવામાં રાગવાળા બનેલા તેને કેદમાં પૂર્યો. તેથી તે બળવાન છતાં પણ દુઃખ પામ્યું. આ બાબતમાં બીજું પણ ઉદાહરણ આપતાં જણાવે છે કે હાથીને પકડવાનું કાર્ય મુશ્કેલ છે અથવા હાથો મનુષ્યથી પકડી શકાય નહિ, તે છતાં પણ તે મનુષ્યથી પકડાય છે. કારણ કે હાથી હાથણીના સ્પર્શ સુખમાં
૨૮