________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
૪૩૧ દુર્ગધ ધાતુથી બનેલા દેહમાં દુધને, જાણ ઈ બહારથી કસ્તૂરિ આદિ વિલેપને મૂઢ રાજી થાય પણ ક્ષણમાંજ દુર્ગધી બને, જાણ દુર્ગધા મૃગાના પુત્રના દષ્ટાંતને. ૧ જિમ ગળીના ભાજને સ્વાભાવિકી ન પવિત્રતા, તેમ આજ શરીર માંહે ના જરીય પવિત્રતા ચામડીના પડ થકી શોભા જણાયે દેહની, યાદ કર બીના પ્રસંગે અવંતી સુકમાલની. ૨
કલેકાર્થ:--પ્રથમ તો દુર્ગન્ધિ ધાતુઓથી આ શરીર બનેલું છે. આશ્ચર્ય છે કે તે શરીરને વિષે કેટલાક વિલેપનાદિ કરતાં છતાં પણ દુર્ગન્ધા અને મૃગાપુત્રની જેમ પૂર્વ કર્મના ઉદયથી બહારથી દુર્ગધવાળા હોય છે. આથી અહીં (શરીરને વિષે) સુગંધી પદાર્થોના સમુદાય દ્વારા સુગંધીદાર બનાવવાનો યત્ન છે? કારણ કે ગળીના પાત્રને વિષે સ્વાભાવિકી પવિત્રતા કેવી ? ૧૦૧
સ્પષ્ટાર્થ –આ શરીરને સુગંધવાળું બનાવવાનો પ્રયત્ન નકામે છે એ વાત જણાવતાં કવિરાજ કહે છે કે આ શરીર મૂળથી જ દુર્ગન્ધી પદાર્થોનું બનેલું છે. કારણ કે આ શરીર જેમાં લેહી, માંસ, મેદ, વિષ્ઠા વિગેરે હંમેશાં રહેલાં છે તે દુર્ગન્ધવાળા છે. માટે આ શરીરને બહારથી ગમે તેટલું સારું કરવામાં આવે તો પણ કદાપિ તે સુગંધી થતું નથી. એટલું જ નહિ પરંતુ કેટલાક જીનાં શરીર તે પૂર્વ કર્મને લીધે