________________
૪૩૮
-
r
=
શ્રીવિજયપદ્યસૂરિકૃતગિરિ નામે હાથી એ ચાર રત્ન (શ્રેષ્ઠ પદાર્થો) હતાં અભયકુમારે ઝેરવાળા મેંદક ખાતાં લેહજંઘને બચાવ કર્યો, તેથી પ્રસન્ન થએલા રાજાએ તેને બંધનમાંથી છુટા કરવા સિવાય વરદાન માગવા કહ્યું, ત્યારે અભયકુમારે તે વરદાન થાપણ તરીકે રાજા પાસે રહેવા દીધું.
આ ચંડપ્રોત રાજાએ પોતાની પુત્રી વાસવદત્તાને સંગીત ભણાવવાને ઉદયન રાજાને પકડી મંગાવ્યું હતું. તે ઉદયન રાજા વાસવદત્તાને સંગીત ભણાવે છે, તેવામાં એક વાર રાજાનો નલગિરિ હાથી આલાન સ્તંભ ઉખાડીને ભમતે નગરવાસીઓને ત્રાસ પમાડતો હોં. તેને કેમ વશ કરવો ? એવું રાજાએ અભયકુમારને પૂછયું ત્યારે ઉદયન રાજા પાસે સંગીત કરાવીને હાથીને વશ કર્યો, તેથી રાજાએ અભયકુમારને બીજું વરદાન આપ્યું તે પણ અભયકુમારે રાજા પાસે થાપણ તરીકે રાખ્યું. એ પ્રમાણે જ્યારે નગરમાં મોટે અગ્નિને ઉપદ્રવ થયે ત્યારે અભયકુમારે તેને પણ બુદ્ધિબળથી શાન્ત કરાવ્યા. વળી નગરમાં અકલ્યાણકારી ઉપદ્રવ થયે ત્યારે પણ અભયકુમારે તે ઉપદ્રવ શિવાદેવી પાસે શાંત કરાવે. એ પ્રમાણે રાજાએ બીજા પણ બે વરદાન અભયકુમારને આપ્યું. તે વખતે અભયકુમારે વરદાનના બદલામાં શિવાદેવી, નલગિરિ હસ્તી, અગ્નિભરૂક રથ વગેરે માગ્યાં. પરંતુ તે આપવાને અસમર્થ રાજાએ અભયકુમારને છુટ કર્યો. તે વખતે અભયકુમારે રાજાને કહ્યું કે જેવી રીતે તમે કપટથી મને બંધનમાં નાખે, તેવી રીતે હું પણ તમને ખરા બપોરે ઉચ્ચ સ્વરે પિકાર કરતાં ભર બજારમાંથી લઈ જઈશ.