________________
શ્રીવિજયપદ્યસૂરિકૃત
એવા ભયથી તેનું મન આકુલ વ્યાકુલ રહે છે. તેમજ જે ચેરી પકડાઈ જાય તે સજા દંડ વગેરે ભેગવવાં પડે છે. ૭ સાતમા પરસ્ત્રી સેવનના વ્યસનથી વેર ઝેર વધે, કારણ કે તે અન્ય સ્ત્રીને સ્વામી તથા સગાંઓ તેના ઉપર બહુ જ શ્રેષ રાખે છે. એ પ્રમાણે આ લોકમાં સાત વ્યસનથી મળતાં ફલે દેખાડયાં. હવે પહેલેકના ફલ જણાવતાં કહે છે કે આ સાતે વ્યસનના સેવનથી પરલોકમાં નરક ગતિ વગેરે દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તે કારણથી એટલે આ વ્યસને આ લોક અને પરલોકમાં દુ:ખદાયી છે એવું જાણુને હે ચતુર પુરૂષો તમારે તે વ્યસનેને જરૂર ત્યાગ કરવો. અહીં દષ્ટાંત એ કે ચૌલુક્ય વંશના રાજા કુમારપાલ રાજાએ વ્યસનને ત્યાગ કર્યો. આ પ્રમાણે
વ્યસને મહા દુઃખદાયી છે એવું જાણવા છતાં અન્ધારા કુવામાં તમે પડે નહિ. તેમજ જેની દષ્ટિમાં અ.કરું ઝેર રહેલ છે, તે દષ્ટિ વિષ સર્પની નજર પડતાં જ સામાના શરીરમાં ઝેર ચઢે છે અને તેથી તે મરણ પામે છે. આવા ઝેરી દષ્ટિવિષ સપના માર્ગ ઉપર તમે ચાલે નહિ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાત વ્યસનોનું સેવન કરવું તે અંધારા કૂવામાં જાણે જોઈને પડવા જેવું છે. અથવા જાણું જોઈને દ્રષ્ટિવિષ સર્ષના માર્ગે ચાલવા જેવું છે. ૧૦૪
કુમારપાલ રાજાની કથા. આજ ભરતક્ષેત્રમાં સૌરાષ્ટ્ર લાટ અને ગુજરાતના સીમાડામાં અણહિલપુર પત્તન નામે નગર હતું. ત્યાં અરિહંત ધર્મ પાળનાર શ્રમણોપાસક કુમારપાળ નામે રાજા હતું. તેણે પોતાની ચારે દિશાઓમાં ઘણું દેશને જીત્યા.