________________
શ્રી કરપ્રકરસ્પષ્ટાર્થીદિર
૪૪૧
લોકાર્થ –મૂઢ બુદ્ધિવાળો જે મનુષ્ય સુકુમાલિકાની જેમ સિદ્ધિના સુખને આપનાર તપ વડે કરીને સ્પર્શ ઈન્દ્રિચના વિષય સુખના લેશને ઈચ્છે છે તે અજ્ઞાની ભૂખે માણસ સઘળી પૃથ્વીના રાજ્યને પણ આપનાર ચિન્તામણિ પાસેથી શેકેલા ચણાની માગણી કરે છે. ૧૦૩
સ્પષ્ટાર્થ:–જે પુરૂષ મેક્ષ સુખને આપનાર તપના બદલામાં સ્પર્શના ક્ષણિક સુખને ઈચ્છે છે તે સુકુમાલિકાની જેમ મૂર્ખ જાણો. એટલે જે તપના પ્રભાવથી મોક્ષનાં શાશ્વત સુખની પ્રાપ્તિ થાય, તે તપના ફળ રૂપે જે તુચ્છ અને થડે સમય રહેનાર સ્પર્શેન્દ્રિયના વિષય સુખને છે, તે મૂઢ માણસ પિતાનું હિતાહિત લગાર પણ સમજતું નથી. આ બાબતમાં સુકુમાલિકાનું દટાન્ત જાણવું. આ કથા આગળ કહી ગયા છીએ તેથી અહીં કહેવામાં આવતી નથી. કવિરાજ ઉદાહરણ આપીને સમજાવે છે કે જે ભૂખે પુરૂષ બીનસમજણને લઈને સમસ્ત પૃથ્વોના રાજ્યને આપનાર ચિન્તામણિ રત્નની પાસે ભૂખની શક્તિ માટે શેકેલા ચણું માગે તે કૃત્ય જેમ મૂર્ખાઈ ભરેલું ગણાય તેવી રીતે સ્પર્શેન્દ્રિયના તુચછ સુખને માટે સિદ્ધિના સુખને આપનાર તપને હારી જવું તે પણ મૂર્ખાઈ ભરેલું કામ જાણવું. માટે સ્પર્શેન્દ્રિયના વિષય સુખમાં આસક્તિ રાખવી નહિ. ૧૦૩
અવતરણું–હવે ટુંકામાં સાત વ્યસનના સેવનથી થતા ભૂરા ફલ જણાવે છે –