________________
४२७
- શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ:
કાર્થ-જે જીવરક્ષાની રૂચિવાળા મહાપુરૂષ છે તે રસના ઈન્દ્રિયવડે શું જિતાય? અર્થાત્ ન જ જિતાય. જેમ ધર્મરૂચિ નામના મુનિ (જીવરક્ષા માટે) કડવી તુંબડીને પણ ખાઈ ગયા. દષ્ટાન્ત કહે છે કે સમુદ્ર વિશ્વના હિત માટે વડવાનલને પોતાના ઉદરમાં નથી રાખ્યો ? તેમજ સાર ગ્રહણ કરનાર દેએ તજી દીધેલા ઝેરને શંકર શું પી ગયા નથી ? ૯
સ્પષ્ટા –જે મહાપુરૂષ જીવદયામાં રૂચિવાળા હેય છે તેઓ રસના ઈન્દ્રિયથી છતાતા નથી પરંતુ તેઓ રસના ઈન્દ્રિયના વિષયને પિતાને સ્વાધીન બનાવે છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે ધર્મરૂચિ નામના મુર્તિ જેઓ ધર્મષ નામના ગુરૂના શિષ્ય હતા તે ધર્મરૂચિ જ્યારે માસખમણના પારણા માટે ભિક્ષા માટે ગયા ત્યારે નાગશ્રીએ તેમને કડવી તુંબડીનું શાક વહેરાવ્યું. ધર્મરૂચિએ ગુરૂને તે શાક દેખાડયું ત્યારે ગુરૂએ તેની ગંધથી કહ્યું કે જે આ શાક ખાઈશ તે નકકી મરી જઈશ માટે તેને પરઠવી દે. આથી ધર્મરૂચિ તે પરઠવવાને ઈંડિલ ભૂમિએ ગયા. ત્યાં તેમાંથી એક ટીપું ભય ઉપર પડયું તેની ગંધથી ત્યાં કીડીઓ આવી. તે કીડીઓ તરત જ મરણ પામી. આ જોઈને ધર્મચિ. સુનિએ વિચાર કર્યો કે જ્યારે એક બિંદુથી આટલી કીડીએને નાશ થયે તે મારા એક જીવને જ ભલે નાશ થાય એમ વિચારી તે શાકને પાકી કેરીની જેમ તે ખાઈ ગયા. તેથી તેઓ તરતજ મરણ પામ્યા. આથી જણાય છે કે તેમને પિતાના જીવ કરતાં દયા ઘણી વહાલી હતી. આવા પુરૂષો.