________________
૪૦૨
શોવિજયસૂરિકૃત
નૃત્ય કરવા લાગે. નટડી તે વખતે નીચે ઉભી રહીને ઢાલક વગાડે છે. પરંતુ નટડીને જેવાથી આસક્ત થએલો રાજા નટને કાંઈ આપતો નથી, પણ મનમાં એવું વિચારે છે કે જે નટ વાંસ ઉપરથી પડે તે આ નટી મારી થાય. દાન નહિ મળવાથી ઇલાપુત્ર ફરીથી નૃત્ય કરે છે એ પ્રમાણે ત્રણ વખત નૃત્ય કરવા છતાં રાજાએ દાન આપ્યું નહિ. ત્યારે ચોથી વખતે તે નૃત્ય કરવા વાંસ ઉપર ચઢો. રાજાએ દાન નહિ આપવાથી ખિન્ન મનવાળા તેણે વાંસ ઉપર રહ્યા થકા કેઈક શેઠના ઘેર સ્ત્રીઓ વડે પ્રતિભાભીને વંદન કરાતા કેઈક મુનિને જોયા. તે મુનિને જોઈને તે વિચારવા લાગ્યા કે આ મુનિને ધન્ય છે જેમને સ્ત્રીઓ પણ ક્ષોભ પમાડી શકતી નથી. અને હું અજ્ઞાની ઉત્તમ કુલ છોડીને નીચની કન્યાને વિષે રાગવાળે થયે છું. લજજાને પણ ત્યાગ કર્યો છે, માટે મને ધિક્કાર થાઓ. આ પ્રમાણે પિતાની નિંદા કરતા વિષયથી વિરક્ત થએલા તે ઈલાપુત્રને ક્ષપક શ્રેણિથી ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. વાંસથી ઉતરીને દેવતાએ આપેલા સાધુલિંગને ધારણ કરીને સુવર્ણ કમલ ઉપર બેસીને ભવ્ય જીવોને બંધ કરવા લાગ્યા. રાજાએ તેમને નદી ઉપર રાગ થવાનું કારણ પૂછ્યું, ત્યારે મુનિએ પોતાને પૂર્વ ભવ કહ્યો. તે સાંભળીને નટીને તથા રાજા અને રાણીને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે અહીં ફક્ત ભાવથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણીને તમે પણ ભાવને વિષે આદર કરે.
છે ઇતિ ઇલાપુત્ર કથા છે