________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૨ ૧૧ ૧૬ ૧૬ ૧૩ ૧૪ 'हृत्वा तत्पुण्यवित्तं गमयति कुगति ब्रह्मदत्तं यथा त
૧૯ ૨૩ ૨૪ ૧૭ ૨૦ ૨૧ ૨૨
व धीरः शिवमटति पुनस्तं तपोस्त्रेण भित्त्वा ९३ સંસાર રૂપ અટવી વિષે આ કામ ધૂતારે ફરે, આરંભમાં મીઠે જરી હેરાન બહુ અતે કરે; લેગ લાલચ દેઈને તે છેતરે ડાહ્યા અને મૂર્ખ જનને ચોરી લેતા પુણ્ય રૂપી દ્રવ્યને. ૧ બ્રહ્માદત્ત તણી પરે તે ઝટ પમાડે દુર્ગતિ, પણ ભાઈ તેના પૂર્વ ભવના જે તપસ્વી મુનિ પતિ તપશન્નથી તે કામને હણતા લહે ઝટ મુકિતને, ભેખ તૃષ્ણ પરિહરને પામ થીર શાંતિને. ૨
કલેકાર્થ સંસાર રૂપી વનને વિષે શરૂઆતમાં મધુર અને અંતે કહે (દુઃખદાયી) કામદેવ રૂપી ધૂતારે ડાહ્યા તેમજ મૂર્ખ (સઘળા) પ્રાણીઓને તે તે સુખના ભેગને લેશ આપીને છેતરીને તેમના પુણ્ય રૂપી ધનને હરણ કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેઠે નરકગતિમાં પહોંચાડે છે. પરંતુ તે બ્રહ્મદરના પૂર્વભવના ભાઈને જે જે ધીર પુરૂષ હોય છે તે તે કામરૂપી ધૂતારાને તપ રૂપી અસ્ત્ર વડે ભેદીને મેક્ષમાં જાય છે. ૯૩.
સ્પષ્ટાર્થ:--કવિશ્રી કામદેવને ધૂતારાની ઉપમા આપી જેમ ધૂતારે યુક્તિથી બીજાઓને છેતરે છે તેમ આ કામદેવ રૂપી ધૂતારે પણ કેવી રીતે છેતરે છે તે જણાવતાં કહે છે.