________________
૪૨૦
શ્રીવિજયપધસૂરિકૃત સુગધ તેમજ દુધને જાણતું નથી એટલે કે ધ્રાણેન્દ્રિય (નાક) છતાં પણ તેને અભાવ જણાય છે તેમજ રસેને પણ. તે પારખી શકતો નથી. અથવા જીભ છે છતાં તેને અભાવ જણાય છે. આ જ કારણથી આવા રૂપ વિષયમાં આસક્ત થએલા મનુષ્યમાં હિતની તેમજ અહિતની બુદ્ધિ પણ ક્યાંથી હાય? અથવા તે આવા મનુષ્યમાં હિત અહિતની બુદ્ધિને પણ અભાવ જ હોય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ચંપા નગરીમાં રહેનાર કુમારનન્દી નામને સની જે પાંચસે સુંદર સ્ત્રીઓને પર હતો તેણે હાસા અને પ્રહાસા નામની બે દેવીઓને(જેમને દેવ ચડી ગયે હતો જોઈ. તેમનું રૂપ જોઈ માહિત થએલા તે સનીને તે દેવીએ પંચશલ નામના પર્વત ઉપર આવવાનું કહી અદશ્ય. થઈ ગઈ. તે ઘણી મહેનતે પંચશૈલ પહોંચે. ત્યારે દેવીઓએ તેને જણાવ્યું કે અમે વેકિય શરીરવાળી છીએ અને તમે ઔદારિક શરીરવાળા છે તેથી આપણે સગ કેવી રીતે થાય? માટે તમે ઈગિનીમરણ અંગીકાર કરે. તેથી તે સોની ઈગિની મરણ પામીને વિદ્યુમ્ભાલી નામે તેમને પતિ છે. અહીં કહેવાને સાર એ છે કે રૂપમાં મેહિત થઈને સનીએ પિતાના પ્રાણને પણ ત્યાગ કર્યો. માટે રૂપના. વિષયમાં આરકિતને ત્યાગ કર. ૯૬
અવતરણુ–આ રૂપના જ વિષયમાં વિશેષતા જણાવતાં કહે છે કે બ્રહ્મચારીઓ પણ ચિલું રૂપ પણ જેવું નહિ કારણ કે તેથી રાગની ઉત્પત્તિ થાય છે તે જણાવે છે –