________________
=
=
=
૪૧૨
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતકે, જેમ વનમાં ધૂતારે મેઢેથી મીઠું મીઠું બોલે છે પરંતુ તેના વિશ્વાસે રહેનારને છેવટે છેતરે છે તેમ આ સંસાર રૂપી વનમાં શરૂઆતમાં મધુર અને અંતે દુઃખદાયી એ કામદેવ રૂપી ધૂતારે પણ ડાહ્યા તેમજ મૂર્ખ બંને પ્રકારના પ્રાણીએને સુખના ભેગનો લેશ આપીને છેતરે છે. કારણ કે વિષય સુખમાં વાસ્તવિક સુખ નથી તે છતાં તેમાં સુખ માનીને તેમાં આસક્ત થનારા જીવોને તે સહેજ (ભેગવે ત્યાં સુધી જ , સુખ લાગતું હોવાથી) સુખ આપીને છેતરે છે. એટલે કે તેમને વિષયમાં આસક્ત બનાવીને તેમના પુણ્ય રૂપી ધનને હરી લે છે અથવા તેમના પુણ્યને નાશ કરે છે. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે તેણે બ્રહ્મદત્ત ચક્રવર્તીને - વિષયમાં આસક્ત બનાવીને નરક ગતિને પ્રાપ્ત કરાવી છે. માટે ભેગ ભેગવતાં શરૂઆતમાં મીઠા લાગે પરંતુ પરિણામે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ કરાવે માટે અંતે દુઃખદાયી જાણવા. પરંતુ બ્રહાદત્તના પૂર્વ ભવના ભાઈની પેઠે જેઓ ધીર છે, તેઓ તે તે કામદેવને વશ થવાને બદલે તેને તારૂપી અસ્ત્રથી ભેદીને મેક્ષમાં જાય છે. કહેવાનો સાર એ છે કે આ કામદેવ રૂપી ધૂતારાને તપ રૂપી અસ્ત્ર વડે જીતી શકાય છે, માટે દરેક જણે તે કામદેવને જીતવાને યત્ન કરવો જોઈએ. ૯૩
છે બ્રહ્મદત્ત ચકીની કથા છે
પૂર્વ ભવમાં કાશી નગરમાં ભૂતદત્ત નામના ચંડાલના 'ચિત્ર અને સંભૂતિ નામના બે ભાઈઓ હતા. તેઓ ગાયન કળામાં અત્યંત કુશળ હતા તેથી જ્યારે ગાયન કરતા કરતા