________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ
૪૧૩. શહેરમાં ફરવા નીકળતા ત્યારે તેમના ગાયનથી આકર્ષાઈને બીજા કે તેમની પાછળ ભમતા હતા, તેથી રાજાએ તેમને નગરમાં પેસવાનો નિષેધ કર્યો. તે છતાં તેઓ રાજાની આજ્ઞા અવગણને નગરમાં આવી ગાયન ગાવા લાગ્યા. લોકોએ તેમને ઓળખ્યા. અને લાકડી વગેરેથી મારીને નગર બહાર કાઢી મૂક્યા. તેથી બંને ભાઈઓએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. અને અત્યંત ઉગ્ર તપ કર્યું. એક વાર ચક્રવતી સ્ત્રી સહિત વંદન કરવા આવ્યા. તે વખતે ચક્રવર્તીની સ્ત્રી સુનંદાના સ્પર્શથી સંભૂતિ મુનિએ એવું નિયાણું કર્યું કે હું આ તપના પ્રભાવથી ચકવર્તી થાઉં. ચિત્ર મુનિએ તેમને ઘણું સમજાવ્યા તે પણ તેમણે નિયાણુનો ત્યાગ કર્યો નહિ. અંતે મરણ પામીને બંને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને ચિત્ર મુનિનો જીવ એક શેઠને ત્યાં ઉપજે. અને તેમણે દીક્ષા લીધી. બીજા સંભૂતિ મુનિના જીવ સૌધર્મથી
ચવીને બ્રહ્મ રાજાની ચુલની રાણુની કુક્ષિએ પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી બ્રહ્મદત્ત નામના બારમા ચકી થયા. અનેક પ્રકારના ચક્રવર્તીના ભેગો ભેગવ્યા. પૂર્વના એક બ્રાહ્મણ, મિત્રે તેમના ઉપરના દ્વેષથી તેમની બે આંખો ફડાવી નાખી તેથી કેપેલા ચકીએ પ્રધાનોને કહ્યું કે બ્રાહ્મણોની ચક્ષુથી ભરીને એક થાળ દરરોજ તેની આગળ મૂ. ને પ્રધાન પણ તેને ખુશ કરવાને અકત ફૂલો થાળમાં ભરીને તેની આગળ મૂકતા. તેથી તે આ બ્રાહ્મણની આખો છે એવું જાણું ખુશી થતા. એ પ્રમાણે સેળ વર્ષે ગયા. અંતે મરણ પામીને સાતમાં નરકમાં ગયા. અને પૂર્વ ભવના તેમના ભાઈ ચારિત્રનું સારી રીતે પાલન કરી મેસે ગયા.
' છે ઈતિ બ્રહ્મદત્ત કથા