________________
૪૧૫
શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ: વિષયમાં આસક્ત થએલે જીવ ઘેર ભયંકર દુઃખને પામે છે. આ બાબતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ જે મહાવીર સ્વામીના પૂર્વ ભવને જીવ હતો, તેમણે ત્રણ ખંડ જીતી લીધા હતા. એકવાર રાત્રે તે વાસુદેવ સૂઈ રહ્યા તે વખતે તેમની આગળ સંગીત ચાલતું હતું. તેમણે શવ્યાપાલકને કહ્યું કે હું ઊંઘી જાઉં ત્યારે સંગીત બંધ કરાવવું. પરંતુ સંગીતના રસમાં લીન થએલા શયાપાલકે વાસુદેવ ઉંઘી ગયા છતાં ગીત બંધ કરાવ્યું નહિ. તેવામાં વાસુદેવ જાગી ગયા. તેમણે શવ્યાપાલકને કહ્યું કે ગાયન બંધ કેમ ન કરાવ્યું. ત્યારે શાપાલકે કહ્યું કે આવું સુંદર ગાયન બંધ કેમ કરાવાય ? આથી કેપેલા વાસુદેવે તે શવ્યાપાલકના કાનમાં ઉકળતું તરવું નખાવ્યું, તેથી દુઃખી થએ તે મરીને દુર્ગતિમાં ગયે. આ પ્રમાણે તેને ગીતમાં આસક્ત થવાનું ફળ મળ્યું. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કપટી પારધીએ કરેલ સુંદર ગીતમાં લીન થઈને એક ચિત્તથી ઉભેલા તેથી બંધનમાં સપડાએલા અને પછી ભયને લીધે વિહૂવલ બની ગએલા હરણયાની દશા જુઓ. અથવા ગીતના વિષયમાં આસક્ત થનાર હરણ પણ બંધન રૂપી દુઃખને પામે છે માટે આવા દુઃખદાયી ગીત રૂપી વિષચની આસક્તિને ત્યાગ કરે. ૯૪
અવતરણ–આ પ્રમાણે શૃંગાર વગેરે રસને સાંભળવા નહિ તે જણાવતાં સદુપદેશ રૂ૫ ગીત સાંભળવા લાયક છે તે જણાવે છે –