________________
શોકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૪૧૭ છે કે માતાએ ગએલાં સુંદર ગીત (હાલરડાં) સારી રીતે સાંભળીને બાલક પણ સુખ અથવા શાંતિને પામે છે. કજીયે. કરવાનું છોડી દે છે. માટે બંધ કરનાર ગીતે તે સાંભળવા લાયક પણ જાણવાં. ૯૫
- શુલ્લક કુમારની કથાસાકેત પત્તનમાં પુંડરિક નામે રાજા હતા. તેને નાને ભાઈ કંડરિક યુવરાજ હતો. કંડરીકની યશોભદ્રા પત્ની હતી. તેના ઉપર મોહિત થએલા રાજાએ ભાઈને મારી નાખે. તેથી ગર્ભવતી યશભદ્રા પિતાના શીલનું રક્ષણ કરવા વનમાં નાશી ગઈ. અનુક્રમે શ્રાવસ્તી નગરીએ આવી. ત્યાં અજિતસેનસૂરિ પાસે દીક્ષા લીધી. સૂરિએ કીર્તિમતી નામે પ્રવર્તિનીને સેંપી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામે. શ્રાવકને ઘેર ગુપ્ત રીતે પુત્રને જન્મ આપે. તેનું ક્ષુલ્લક કુમાર નામ પાડયું. ઉમર લાયક થયેલ ક્ષુલ્લક કુમારે ગુરૂ પાસે દીક્ષા દીધી. અને કેટલેક વખત ભાવથી તેનું પાલન કર્યું. પરંતુ ચારિત્રાવરણના ઉદયથી વિષયેચ્છા થવાથી માની રજા લેવા ગયે. માતાએ સમજાવ્યું પણ ન માન્યું ત્યારે આગ્રહપૂર્વક બાર વર્ષ ચારિત્ર પાળવાનું કબુલ્યું. બાર વર્ષ પૂરા થયે પ્રવતિ નીના કહેવાથી બીજા બાર વર્ષ રહ્યા ત્યાર પછી પાઠકના કહેવાથી બાર વર્ષ અને આચાર્યના કહેવાથી બાર વર્ષ એમ કુલ ૪૮ વર્ષ ચારિત્રમાં રહીને છેવટે દ્રવ્યલિંગ ધારી તે માતાના કહેવાથી પુંડરીક પાસે આવવા નીકળ્યા. સાકેતપુરની બહાર આવ્યા ત્યારે રાત્રી પડવાથી નગર બહાર રહ્યા. ત્યાં
૨૭.