________________
४००
શ્રી વિજ્યપદ્યસૂરિકૃતદર્પણમાં સૂર્યથી કાન્તિ ઉત્પન્ન થાય છે, પરંતુ મહા ઔષધિના વનને વિષે સ્વભાવથી જ કાતિ ઉત્પન્ન થાય છે. ૮૯
સ્પષ્ટાર્થ –ફક્ત ભાવનાથી પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે વાત જણાવતાં કહે છે કે ઇલાપુત્ર જેમણે ચાર પ્રકારના ધર્મમાંથી દાનધર્મ કર્યો નહોતે અથવા કેઈને દાન આપ્યું નહેાતું, વળી અનાર્ય લેક (નટ લેકે) સાથે જેડાવાથી તપ પણ આચર્યો નહોતે. અથવા કઈ પણ પ્રકારનું તપ કર્યું નહોતું. કારણ કે નટીને વિષે આસક્ત થવાથી પોતાના કુલને પણ ત્યાગ કરીને તે નટ લેકેની સાથે જ ફરીને લોકોને નાટક દેખાડતા હતા એટલે તેમણે કઈ જાતને તપ કર્યો નહોતે. વળી શીયલ પણ પાળ્યું નહોતું કારણ કે નટી ઉપર આસક્ત થવાથી તે પોતાના કુળને ત્યાગ કર્યો હતે. અરિહંતની પૂજા કરી હતી તેમજ શાસ્ત્રનું શ્રવણ તે કયાંથી જ કર્યું હોય અથવા શાસ્ત્રને ઉપદેશ સાંભળે નહોતો છતાં પણ એક ઉત્તમ ભાવનાને લીધે જ તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કારણ કે શુભ ભાવનામાં આરૂઢ થવાથી નાટક કરતાં કરતાં જ ક્ષપકશ્રેણિમાં ચઢીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કહેવાને સાર એ છે કે શુભ ધ્યાન જે શુકલ ધ્યાન તેમાં જ્યારે જીવ વર્તતે હેાય છે તે વખતે તેનાં ઘાતી કર્મોને ઘણે ક્ષય થઈ જાય છે અને તેથી ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે સુવર્ણ વગેરેમાં અગ્નિના તાપથી તેજ અથવા કાતિ જણાય છે. અગ્નિના પત્થરમાં એટલે જે પત્થરને પરસ્પર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે અથવા