________________
૩૯૮
શ્રી વિજયપધસૂરિકૃતપ્રસન્નચંદ્ર પાસે લાવી. પ્રસન્નચંદ્ર તેને વિદ્વાનોની સોબતથી થોડા જ વખતમાં વ્યવહારમાં કુશળ બનાવ્યું. અને તેને યુવરાજ બનાવી રાજપુત્રીઓ પરણાવી. બાર વર્ષ પછી વલ્કલચીરીને પિતાના પિતાનું સ્મરણ થયું. પોતે સંયમી પિતાનો ત્યાગ કર્યો તેથી અકૃતાર્થ અને અધન્ય છે એમ માની પ્રસન્નચંદ્રને કહ્યું કે કાલે હું પિતાને પ્રણામ કર્યા પછી ભજન કરીશ. માટે મને પિતા પાસે જવાની રજા આપે. તે વખતે તે બંને ભાઈઓ તપવનમાં ગયા અને પિતાને આનંદથી પ્રણામ કર્યો. ત્યાં પોતાના તાપસના ઉપકરણને પડિલેહણ કરતાં પિતે પહેલાં આમ કર્યું છે એમ વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પિતે પૂર્વ ભવમાં દીક્ષા લીધી હતી અને મરીને દેવ થયા અને ત્યાંથી ચ્યવને સમક્તિ વિના અહીં ઉત્પન્ન થયા છે એમ જાણી વિચાર કરવા લાગ્યા કે મને ધિક્કાર થાઓ. કારણ કે સમક્તિ વિના આ મનુષ્ય જન્મ હું ફેગટ હારી જાઉં છું. આવી ભાવનામાં તેમણે સાચા ચારિત્રને જાણ્યું. તેથી દશ પ્રકારનો ધર્મ જાણીને સંવેગ પામ્યા. અને ભાવનામાં ને ભાવનામાં ધ્યાનરૂપી અગ્નિથી ઘાતી કર્મરૂપી કાષ્ટને બાળીને કેવલજ્ઞાન પામ્યા. દેવોએ સુવર્ણકમલની રચના કરી તેના ઉપર બેસી વલ્કલચીરિ કેવલી ધના ઉપદેશ દેવા લાગ્યા. તેથી બેધ પામીને સેમ ઋષિ તથા પ્રસન્નચંદ્ર રાજાએ જૈન ધર્મને આશ્રય કર્યો. આ પ્રમાણે વલ્કલચિરીએ ફકત ભાવના વડે કેવલજ્ઞાન મેળવ્યું.
ઈતિ વલચિરી કથા અવતરણ–ફરીથી પણ ભાવના પ્રભાવને જણાવે છે