________________
૩૯૭
શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ: કરવો જોઈએ. માટે દાન, શીલ અને તપ ધર્મ કેઈ પણ જાતના ભેગ આપ્યા સિવાય બની શકતા નથી. પરંતુ જે ભાવધર્મ તે કરવાનું તે દરેકના સ્વાધીન છે. કારણ કે આ ધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી દુષ્યનનો ત્યાગ કરવાથી ભાવધર્મ બની શકે છે. અથવા તે દુર્ગાનનો ત્યાગ કરીને શુભ ભાવના ભાવવી. જેથી સઘળાં સુખના ભેગવનાર વકલચીરિની જેમ મોક્ષ થાય. જે મિષ્ટ ભેજનથી શરીર નીરોગી રહેતું હોય તે શરીરની નીરોગતા કોણ ન કરાવે. અથવા તો સઘળા મનુષ્ય તેવી રીતે કરે. આ બાબતમાં વકલચીરિની કથાનો ભાવાર્થ આ પ્રમાણે –
પિતનપુર નગરમાં સેમચન્દ્ર નામના રાજાની ધારિણી નામની રાણી હતી. તેમને પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતું. એક વાર માથામાં પળીયા આવેલા જોઈને રાજાએ વૈરાગ્યથી તાપસી દીક્ષા લીધી. તે વખતે રાણી ગર્ભવતી હતી છતાં તે જણાવ્યા વિના તે આશ્રમમાં જઈને રહી. એગ્ય સમયે પુત્રને જન્મ આપી તે તત્કાળ મરણ પામી. છાલનાં વસ્ત્રથી તેનું શરીર ઢાંકેલું હતું તેથી તે વલ્કલચીરી નામે પ્રસિદ્ધ થયા. વનનાં ફળ વગેરેથી વૃદ્ધિ પામતા તે યુવાવસ્થા પામ્યા. પરંતુ બાલ્યાવસ્થાથી જ આશ્રમમાં રહેલ હોવાથી તે ઘણાજ સરળ હતા અને વ્યવહારને ઓળખતા નહોતા. પિતાની પાસેથી પિતાનો ભાઈ પ્રસન્નચંદ્ર નામે રાજા છે એવું તેણે જાણ્યું. તેથી તે ભાઈની પાસે જવાને આતુર હતો. પ્રસન્નચંદ્ર પણ પિતાના ભાઈને બેલાવી લાવવાને ગણિકાઓને આજ્ઞા કરી. તેઓ પણ તાપસના વેષે ષિના આશ્રમે આવીને વલ્કલચીરી જે વ્યવહારમાં બીલકુલ અજાણ હતું તેને સમજાવીને