________________
૪૦૧
શ્રીકપૂરપ્રકરરાથદિક જેને ચકમક કહે છે તેમાં પરસ્પર ઘસવાથી તેજ જણાય છે. અરિસામાં સૂર્ય વડે તેજ થાય છે, અથવા આ બધાને જેમ બીજી અપેક્ષાની જરૂર રહે છે તેવી જ રીતે દાન, શીલ, અને તપ ભાવપૂર્વક હાય તોજ સિદ્ધિ થાય છે પરંતુ મહા ઔષધિના વનમાં જેમ સ્વભાવથી જ પ્રકાશ હોય છે તેવી રીતે એકલા ભાવથી પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે ચાર પ્રકારના ધર્મમાંથી પ્રથમના ત્રણ ધર્મો જે બની શકે નહિ તે પણ ચેથા ભાવના ધર્મને અવશ્ય આદર કરે. ૮
- :
,
- લિા પુત્રની કથા – ઈલાવર્ધન નામના પુરમાં ઈલા નામે શેઠ હતા. તેમને ઈલાપુત્ર નામે પ્રસિદ્ધ પુત્ર હતો. તે એકવાર બહારના ઉદ્યાનમાં ક્રિીડા કરવાને ગયા. ત્યારે ત્યાં નૃત્ય કરતી રૂપવાળી નટ કન્યાને જોઈને તેના ઉપર મેહિત થવાથી નાની પાસે દ્રવ્ય લઈને તેને આપવાની માગણી કરી. પરંતુ નટેએ કહ્યું કે જો તમે અમારી સાથે રહી અમારી કળા શીખો તે તમને તે કન્યા પરણાવીએ. ત્યારે કામાતુર બનેલા તે ઈલા પુત્રે કુલ શીલ તથા લજજાને ત્યાગ કરીને તે નટોની સાથે ફરવા લાગે. અને થોડા વખતમાં તેમની કલામાં ઘણે હોંશિયાર થયે.. નની સાથે ફરતો ફરતો તે બેન્નાતટ નગરે ગયો. મુખ્ય નટે કહ્યું કે લગ્ન માટે પૈસા કમાઈ લા. તેથી તે સનને લઈને રાજા પાસે ગયા. રાજા તથા રાણું ગેખમાં બેઠા છે તે વખતે એક ઉંચે વાંસ ત્યાં રેપીને પાદુકા પહેરીને તેના ઉપર ઈલાપુત્ર ચઢયે અને ત્યાં વિવિધ પ્રકારનાં