________________
४०६
વિજ્યપદ્યસૂરિકૃત– દીક્ષા દિને પહેલા પ્રહરમાં અંય હોરે કેવલી; શ્રી આદિ વીર દીક્ષા સમયથી દીર્ઘ કાળે કેવલી ૯૬
કલેકાર્થ – તીર્થકરમાં તીર્થાધિપતિપણું અથવા તીર્થકરપણું તુલ્ય હતું તેમજ બલ પણ સરખુ હતું. પરંતુ શ્રીમલ્લીનાથ નામના ઓગણીસમા તીર્થંકર પિતાના પુણ્ય વડે કાંઈક આશ્ચર્યને અતિશયપણે વિસ્તારે છે, કારણ કે જેમણે પૂર્વાહ્નમાં દીક્ષા લીધી અને અપરાéમાં સહેલાઈથી કેવલજ્ઞાન મેળવ્યું. પ્રથમ તીર્થકર શ્રીકાષભદેવ અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી વગેરેને પણ ( દીક્ષા લીધા પછી) લાંબા વખતે કેવલજ્ઞાન થયું હતું. ૯૧
સ્પષ્ટાર્થ –બધા તીર્થકરમાં તીર્થકરપણું તે સમાન હતું. અથવા આ ચાવીસીમાં ૨૪ તીર્થકરો આ ભરતક્ષેત્રમાં થયા, પરંતુ તે સઘળાંની તીર્થકર પદવી સમાન હતી. વળી તેમનું બળ પણ સમાન હતું. પરંતુ શ્રીમલ્લીનાથ નામના ઓગણીસમા તીર્થંકરનું પુણ્ય કાંઈક આશ્ચર્યકારક હતું. કારણ કે તેમણે દિવસના પહેલા ભાગમાં ચારિત્ર ગ્રહણ કર્યું. અને તેજ દિવસના પાછલા પહેરમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા કેઈતીર્થકરને દીક્ષા લીધા પછી આટલું જલદી કેવલજ્ઞાન થયું નથી, કારણ કે નાભેય એટલે નાભિરાજાના પુત્ર પહેલા તીર્થકર શ્રી ઋષભદેવને દીક્ષા લીધા પછી ઘણું વર્ષે કેવલજ્ઞાન થયું. છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીને પણ દીક્ષા લીધા પછી બાર વર્ષ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું બીજા તીર્થકરમાંથી પણ કેઈ ને આટલું જલદી કેવલજ્ઞાન