________________
૪૦
કમળથી
શ્રીવિજયપધસૂરિકૃતકેશરતરૂ હવે પ્રફુલ્લિત એમ એકેન્દ્રિય ગણે, પણ વિકારે દીસતા માનવ વિકારી દુખને; કિમ લહે ના સત્યકી વિધાધરે બહુ દુઃખ સહ્યા, વિષય ઠંડી ધર્મસાધક કેવલી મોક્ષે ગયા. ૨
સેકાઈપારો સ્ત્રીના અમિંત્રણના શબ્દને સાંભળીને તેને અનુસરે છે. અશોકવૃક્ષ સ્ત્રીના શબ્દ કરતા ઝાંઝ રવાળા પગથી સ્પર્શ કરાવાથી પુષિત થાય છે. તિલકવૃક્ષ સ્ત્રીના ચુમ્બનથી અને કુરૂબક વૃક્ષ સ્ત્રીના આલિંગનથી પુષ્પિત થાય છે. અને કેસર નામનું વૃક્ષ સ્ત્રીના મુખ રૂપી કમળથી અધિક સુવાસિત મદિરાના કોગળાથી પ્રકૃલિત થાય છે. જો આ (વૃક્ષ)માં પણ વિકાર રહે છે તો સત્યકી નામના વિદ્યાધરની જેમ વિષયમાં અધિક પ્રીતિવાળા (પંચેન્દ્રિયો) સંસારની પીડાને શું ન પામે ? અર્થાત્ પામે જ. ૯૨
સ્પષ્ટાર્થ એકેન્દ્રિય કે જેનામાં ઘણું જ અસ્પષ્ટ ચૈતન્ય રહેલું છે તેમાં પણ વિષય લંપટપણું રહેલું છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે પારે સ્ત્રીના આમન્ત્રણ શબ્દને સાંભળીને તે સ્ત્રીને અનુસરે છે તે પારામાં શબ્દના વિષય લંપટપણને જણાવે છે. પ્રબલ શબ્દ કરતા ઝાંઝરવાળા સ્ત્રીના પગથી તાડન કરાએલ અશોકવૃક્ષ પુષ્પવાળે થાય છે તે તેનામાં રહેલા સ્પર્શ લંપટપણને જણાવે છે. તિલક નામનું . વૃક્ષ ચુમ્બન વડે તથા કુરૂબકે નામનું વૃક્ષ આલિંગન વડે પુષ્પવાળાં થાય છે. વળી કેસર નામનું વૃક્ષ સ્ત્રીના મુખ રૂપી કમળથી અધિક રસવાળા મદિરાથી પ્રકૃલ્લિત થાય છે
રહેલ છે મલ્લિત
જ સારની જેમ વિષય