________________
૩૮૫
શ્રી કરમકરસ્પણાથદિર ગઈ, મસ્તકના કેશપાશ પણ પૂર્વ જેવા થઈ ગયા. અને શરીર પણ શોભાયમાન થઈ ગયું. તે વખતે ઠંદુભિના શબ્દથી પ્રભુનું પારણું જાણીને શતાનીક રાજા પણ ત્યાં આવ્યા. સાથે ચંપા નગરીથી લાવેલ સંપુલ નામે કંચુકી હતું તે ચન્દનબાલાને જોઈને ઓળખીને રૂદન કરવા લાગ્યા. રાજાએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આ તે દધિવાહન રાજાની પુત્રી છે. શતાનીકની પત્ની મૃગાવતી આ સાંભળીને બોલી કે આ તે મારી બેનની પુત્રી છે. ત્યાર પછી શતાનીક રાજા તે દાનને ગ્રહણ કરવા લાગ્યા, ત્યારે ઈન્દ્ર તેનો નિષેધ કરીને કહ્યું કે હે રાજા! તારે ચન્દનબાલાનું રક્ષણ કરવું. જેને ચન્દના આપે તેનું તે ધનથાય. ચન્દનબાલાને પૂછયું ત્યારે તેણે કહ્યું કે મારા પિતા તુલ્ય ધનાવહ શેઠ તે ગ્રહણ કરે. તેથી શેઠે તે લીધું. ત્યાર પછી ઈન્દ્ર રાજાને કહ્યું કે તમારે આની રક્ષા કરવી જોઈએ.
જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થશે ત્યારે આ ચન્દનબાલા તેમની મુખ્ય શિષ્યા થશે. મૂલાની બધે નિન્દા થઈ અને ચન્દનબાલાના સઘળે વખાણ થયાં. ચન્દનબાળાએ પણ વિચાર્યું કે જો મારી આવી દુર્દશા ન થઈ હોત તે પ્રભુનું પારણું પણ મારે ત્યાં કયાંથી થાત? માટે મને તે દુર્દશા પણું ઉત્તમ દશા રૂપ થઈ. ત્યાર પછી પ્રભુની પાસે ચન્દનબાલાએ દીક્ષા લીધી અને અનુક્રમે કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. આ પ્રમાણે પ્રભુને જેવું તેવું પણ એષણય દાન આપવાથી ચન્દનબાલા અનુક્રમે મોક્ષના ભાગી થયા.
ઈતિ ચંદનબાલા કથા | અવતરણ –એ પ્રમાણે ૪૦ મું દ્વાર પૂર્ણ થયું. હવે ૪૧ મું શીલદ્વાર કહે છે – ૨૫.